Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા (chhotu vasava) ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. 

Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે
  • સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિની આ સૌથી મોટી ખબર છે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે

ભરત ચૂડાસમા/ભરૂચ :ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા (chhotu vasava) ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. 

fallbacks

આ પણ વાંચો : સ્માર્ટ પાડોશીએ ચોરી થતા અટકાવી, મધરાતે ત્રણ ચોરને પકડાવ્યા

બીટીપીના પ્રમુખ છોટુ વસાવાએ ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીનું ગઠબંધન થયા તેવા અહેવાલ છે. તો સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિની આ સૌથી મોટી ખબર છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે. આવતા મહિને 20મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો : ગીર જંગલમાં એનિવર્સરી ઉજવશે આમિર ખાન, પરિવાર સાથે પહોંચ્યા

આ વિશે છોટુ વસાવાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું. તેમની સાથે મળીને આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું. સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એક મહિનો થયો. કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું બની ગયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More