Home> Gujarat
Advertisement
Prev
Next

દાહોદ : કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી જાડેજા એક્શનમાં દેખાયા

દાહોદ : કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી જાડેજા એક્શનમાં દેખાયા
  • સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી
  • આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી

હરીન ચાલીહા/દાહોદ :દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હીરેન પટેલ હત્યા કેસમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખુદ એક્શનમાં દેખાઈ રહ્યા છે. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હીરેન પટેલ હત્યા કેસની તપાસમાં જોડાઈ છે. તો આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હિરેન પટેલના ઘરે પણ પહોંચ્યા હતા. ત્રણ મહિના પહેલા હિરેન પટેલની અકસ્માત સર્જી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં મોટા માથાંઓની સંડોવણીના આક્ષેપો બાદ ATS સહિતની એજન્સીઓ કામે લાગી છે. હિરેન પટેલ હત્યા કેસમાં એક આરોપી ફરાર છે.

fallbacks

આ પણ વાંચો : Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

ત્રણ મહિના પહેલા હિરેન પટેલની હત્યા થઈ હતી 
ત્રણ માસ અગાઉ હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. તેઓ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે આ નગર સેવકની અકસ્માત કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના ષડયંત્રનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો હતો. આ કેસમાં 6 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે કે અન્ય 1 આરોપી ફરાર થયો છે. સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓએ કહ્યું કે, સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થશે. 

આ પણ વાંચો : સ્માર્ટ પાડોશીએ ચોરી થતા અટકાવી, મધરાતે ત્રણ ચોરને પકડાવ્યા

fallbacks

બીજીવાર ગૃહરાજ્ય મંત્રીએ હિરેન પટેલના પરિવારની મુલાકાત લીધી 
ઉલ્લેખનીય છે કે, ઝાલોદના નગરસેવક હિરેન પટેલના હત્યાકાંડ બાદ બીજીવાર ગૃહ રાજ્યમંત્રીએ તેમના પરિવારજનોની મુલાકાત લીધી છે. આજે હિરેન પટેલ હત્યાકાંડ સહિત અન્ય દાહોદ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓને લઈ તેઓએ પ્રાંત કચેરી ખાતે અંગત બેઠકનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં અમદાવાદ એટીએસ સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, મીડિયાને આ મીટિંગથી દૂર રખાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More