Ahmedabad News : અમદાવાદના ઘાટલોડીયામાં લિવ ઇનમાં રહેતી આસામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે, તેના ભાઈએ ફરિયાદ કરતા આસામ પોલીસે ફરિયાદ ઘાટલોડિયામાં ટ્રાન્સફર કરી છે.
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા આસામની યુવતીના રહસ્મય આપઘાત કેસમાં એક નવો વળાક સામે આવ્યો છે. થોડા સમય પહેલા શિવાલિ કશ્યપ નામની યુવતીએ આપઘાત કર્યો હતો. આપઘાતના શંકાસ્પદ મોત મામલામાં શિવાલીના ભાઈ આશુતોષ બરુઆએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિવાલીના કથિત બોયફ્રેન્ડ સૌરવ પુરોહિત અને તેની માતા રંજના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલ અને સૌરભ છેલ્લા કેટલાક સમયથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. શિવાલી કશ્યપ સૌરવ પુરોહિત નામના 31 વર્ષીય યુવક સાથે બે વર્ષથી પરિચયમાં હતી. મોડી રાત્રે શિવાલીએ બીજા માળની બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું, ત્યારે પહેલા માળની બાલ્કનીની છાજલી પર માથું પછડાતાં તેનું મોત નીપજ્યું હતું.આ બાદ 1 ઓગસ્ટના રોજ સૌરભ અને શિવાલીની સગાઈ બંનેના પરિવારજનોની સહમતીથી નક્કી કરાઈ હતી. પરંતું તે પહેલા 10 જુનના રોજ બંને વચ્ચે ઝગડા થયા હતા. આ બાદ 11 જુનના રોજ મોડી રાતે સૌરભે શિવાલીના ભાઈ આશુતોષને ફોન કરીને કહ્યું કે, શિવાલીનું મોત થયું છે.
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
આ સાંભળતા જ આસામમાં બરુઆ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અમદાવાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ આસામના શિવસાગર જિલ્લાના નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એફઆઇઆર તપાસ માટે ઝીરો નંબરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે. ઘાટલોડિયા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે. સૌરવનો લાઇવ ડિટેક્ટર ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલી અને સૌરવ એકબીજાને પ્રેમ કરતા હતા, અને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. બંને લગ્ન કરવા માંગતા હતા, જેમાં પરિવાર પણ સહમત થયો હતો. 1 ઓગસ્ટનો રોજ બંનેને સગાઈ હતી. પરંતું આ વચ્ચે શિવાલી ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. આખરે કેમ તેમના વચ્ચે ઝગડા થવા લાગ્યા, આખરે કેમ શિવાલી ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. એવું તો શું થયું કે, સગાઈના એક મહિના પહેલા જ તેણે મોત વ્હાલુ કર્યું હતું.
પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે