Home> Gujarat
Advertisement
Prev
Next

ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, વિસાવદર ચૂંટણી સંલગ્ન છે વિવાદ

Lalit Vasoya files defamation claim of Rs 10 crore: કોંગ્રેસ નેતા લલિત વોસાયા અને ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે લલિત વોસાયાએ ગોપાલ ઈટાલિયા પર બદનક્ષીનો દાવો કર્યો છે. ગોપાલ ઇટાલિયાને 10 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે વિસાવદર પેટાચૂંટણીમાં લલિત વસાયાની બદનામી કર્યાનો આરોપ છે. લલિત વસોયા રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. પુરાવા ન હોવા છતાં સ્ટિંગ ઑપરેશનના નામે બદનામી કર્યાનો દાવો કર્યો. લલિત વસોયાએ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માગ્યો છે.

ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, વિસાવદર ચૂંટણી સંલગ્ન છે વિવાદ

Lalit Vasoya: વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. અગાઉ ગોપાલ ઇટાલીયાએ એક વિસ્ફોટક દાવો કરીને ખળભળાટ મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસે મળીને તેમને બદનામ કરવાનો ષડ્યંત્ર રચ્યું છે. 

fallbacks

'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત

ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ મળીને આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને બે લાખ રૂપિયા આપ્યા અને ઇટાલીયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવા જણાવ્યું હતું. પરંતુ આ મુદ્દો ફરી સળગ્યો છે અને ગોપાલ ઈટાલિયા ભરાયા છે. લલિત વસોયાએ ગોપાલ ઇટાલીયા પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. 

UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના અંગે ગોપાલ ઇટાલીયાએ સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હોવાનો દાવો કરાયો હતો. તેમણે કહ્યું કે “હરદેવભાઈ એ ઈમાનદાર ખેડૂત પરિવારમાંથી આવે છે. જ્યારે તેમને રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ પાર્ટી નેતાઓને જાણ કરી અને પછી સંપૂર્ણ રેકોર્ડિંગ કરીને સમગ્ર મામલો જાહેર કર્યો હતો.”

સૌરાષ્ટ્ર-કચ્છમાં છે ચોમાસાની ખતરનાક સિસ્ટમ; આ તારીખ સુધીમા કયા જિલ્લામાં પડશે મેઘો

શું છે સ્ટિંગ ઓપરેશનમાં?
આમ આદમી પાર્ટીનો દાવો છે કે વિસાવદરના શાયોના ગોલ્ડ હોટલ ખાતે સંગઠન મંત્રી હરદેવ વિકમાને મોબાઈલ ફોન દ્વારા બોલાવીને પહેલાં કોલ કર્યો અને ત્યારબાદ હોટલના રૂમમાં લઈ જઈને બે લાખ રૂપિયા આપ્યા હતા. સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ અને હોટલના સીસીટીવી ફૂટેજ પણ આપના હાથમાં હોવાનો દાવો ગોપાલ ઇટાલીયાએ કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More