Rajkot News: જો તમે બર્થ ડે, મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોય તો તમે સાવધાન થઈ જજો. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી 799 રૂપિયાની કિંમતની કેક ખરીદી હતી. પરંતુ ગ્રાહક જ્યારે પોતાના ઘરે એક લઈ ગયો ત્યારે કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું સામે આવ્યું હતું.
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ! ભારે આગાહીના પગલે આ જિલ્લાઓને કરાયા એલર્ટ, નવી આગાહ
ત્યારબાદ ગ્રાહક દ્વારા અતુલ બેકરી ખાતે તે કેક પરત આપી હતી. તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી હતી. જોકે ગ્રાહકને ફરી પાછી પધરાવવામાં આવેલ ચોકો લાવવા કેક પણ એક્સપાયરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
ગુજરાતમાં હવે ઘરનું ઘર લેવું હવે પડી શકે છે મોઘું! રાતોરાત ગુજરાત સરકારે લીધો નિર્ણય
મીડિયા સાથેની વાતચીતમાં ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું કે, ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી કેક આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. મીડિયા સાથે વાતચીતમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું, રાજકોટ શહેરમાં આવેલી તમામ અતુલ બેકરીની બ્રાન્ચમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ખાડાનગરી બન્યા ગુજરાતના મહાનગરો, રોલર કોસ્ટર રાઈડ જેવા રસ્તાઓ, લોકોની હાલત ખરાબ
તેમજ નાણાવટી ચોક ખાતે આવેલી બ્રાન્ચમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત જેટલો પણ અખાધ્ય જથ્થો ઝડપાશે તેનો તાત્કાલિક અસરથી સ્થળ ઉપર નાશ કરવામાં આવશે. તેમજ એક્સપાયર થઈ ગયેલા પદાર્થોના સેવન કરવાથી ઝાડા, ઉલટી તેમજ પેટના રોગો થવાની શક્યતા પણ રહે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અતુલ બેકરી ખાતે જુદાજુદા ખાદ્ય પદાર્થોના નમુના પણ લેવામાં આવ્યા છે.
ખાડાનગરી બન્યા ગુજરાતના મહાનગરો, રોલર કોસ્ટર રાઈડ જેવા રસ્તાઓ, લોકોની હાલત ખરાબ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે