Home> India
Advertisement
Prev
Next

8th Pay Commission: આઠમાં પગાર પંચમાં હશે આ સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! એક ઝાટકે વધી શકે છે તગડો પગાર

8th Pay Commission: આઠમાં પગાર પંચમાં લેવલ મર્જરનો મોટો દાવ! જાણો કઈ રીતે હાલના 6 પે લેવલ ખતમ થઈને 3 બની શકે છે. જેનાથી તમારી બેઝિક સેલરીમાં એક ઝટકે બંપર ઉછાળો આવશે અને પ્રમોશનની ઝડપ પણ તેજ થશે. આખું ગણિત સમજો. 

8th Pay Commission: આઠમાં પગાર પંચમાં હશે આ સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! એક ઝાટકે વધી શકે છે તગડો પગાર

કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચનો ઈન્તેજાર હવે ફક્ત પગાર વધારા પૂરતું સીમિત નથી. આ વખતે ચર્ચામાં એક એવો માસ્ટરસ્ટ્રોક છે જે જો ચાલ્યો તો લાખો કર્મચારીઓનું ભાગ્ય બદલાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકારની સામે એક એવો ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરાયો છે જે તમારા પે લેવલના પૂરા સ્ટ્રક્ચરને જ બદલી નાખશે. 

fallbacks

વિચારો કે હાલના 6 પે લેવલને ખતમ કરીને ફક્ત 3 બનાવવામાં આવે તો શું થશે? જી હા. આ એ જ મોટો દાવ છે જેની ચર્ચા તેજ છે. તેનો સીધો અર્થ એ છે કે તમારા બેઝિક પગારમાં એક ઝટકે બંપર ઉછાળો આવી શકે છે અને પ્રમોશનની સીડીઓ ચડવું એ  પહેલા કરતા વધુ તેજ થઈ શકે છે. ચાલો આ સમગ્ર લેવલ મર્જરના મામલાને સરળ ભાષામાં સમજીએ અને જાણીએ કે આ કેવી રીતે કામ કરશે અને  તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે. 

આ પ્રસ્તાવ આટલો ખાસ કેમ છે અને ક્યારે લાગૂ થશે?
દર 10 વર્ષે એક પગાર પંચ બને છે જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનને વર્તમાન સમય પ્રમાણે રિવાઈઝ કરે છે. આઠમાં પગાર  પંચની રચના પણ જલદી થવાની આશા છે અને તેની ભલામણ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે. તેનાથી દેશના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને સીધો ફાયદો મળશે. 

સામાન્ય રીતે બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે જેનાથી બેઝિક પગાર નક્કી થાય છે. સાતમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું જેનાથી ન્યૂનતમ બેઝિક પગાર ₹7,000 થી સીધો ₹18,000 થી ગયો હતો. આઠમાં પગાર પંચમાં પણ ફિટમેન્ટ  ફેક્ટરછથી પગાર વધવાની પૂરેપૂરી આશા છે પરંતુ આ વખતનું સૌથી મોટું આકર્ષણ  'પે લેવલ્સનું મર્જર' છે. 

લેવલ મર્જરનો આ ક્રાંતિકારી પ્રસ્તાવ શું છે?
કર્મચારી યુનિયનો અને કેટલાક વિશેષજ્ઞોએ સરકારને એક ખુબ જ મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે- પે લેવલનો વિલય(Merger of Pay Levels). તેનો મુખ્ય હેતુ નીચલા અને મધ્યમ સ્તરના કર્મચારીઓના પગાર અને કરિયર  ગ્રોથની ધીમી ઝડપને તેજ કરવાનો છે. 

કેવી રીતે 6 લેવલ બનશે 3?
પ્રસ્તાવ એ છે કે સાતમાં પગાર પંચના પે મેટ્રિક્સના શરૂઆતના 6 લેવલને પરસ્પર મર્જ કરીને ફક્ત 3 નવા અને શક્તિશાળી લેવલ બનાવી દેવામાં આવે. આ વિલય કઈક આ રીતે હોઈ શકે છે. 

- પ્રસ્તાવિત નવું લેવલ-A
વર્તમાન લેવલ 1 અને લેવલ 2ને ભેળવીને બનાવશે. 

- પ્રસ્તાવિત નવું લેવલ-B
વર્તમાન લેવલ-3 અને લેવલ-4 ને ભેળવીને બનાવશે. 

- પ્રસ્તાવિત નવું લેવલ -C
વર્તમાન લેવલ-5 અને લેવલ-6 ભેળવીને  બનાવશે. 

લેવલ મર્જરથી તમારા ખિસ્સા અને કરિયર પર શું અસર પડશે?
જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારી લે તો તેના ફાયદો ચોંકાવનારા આવી શકે છે. ખાસ કરીને એવા કર્મચારીઓ માટે કે જે હજુ શરૂઆતના પે સ્કેલ પર છે. 

1 બેઝિક સેલરીમાં એક ઝટકે આવશે બંપર  ઉછાળો
આ તેનો સૌથી મોટો  અને સીધો ફાયદો છે. જ્યારે બે લેવલ મર્જ થાય તો નવા લેવલની શરૂઆતી બેઝિક સેલરી હંમેશા ઊંચાવાળા લેવલ બરાબર કે તેનાથી વધુ રાખવામાં આવે છે. 

દાખલા તરીકે...
- હાલ લેવલ 1ની બેઝિક સેલરી  ₹18,000 છે અને લેવલ 2ની ₹19,900 છે. 

- જ્યારે આ બંને મર્જ થઈને નવું લેવલ A  બનશે તો આ નવા લેવલની શરૂઆતની બેઝિકલ સેલરી ઓછામાં ઓછી  ₹19,900 કે તેનાથી વધુ (જેમ કે ₹21,700) હોઈ શકે છે. 

- તેનો અર્થ એ થયો કે જે કર્મચારી આજે ₹18,000 મેળવે છે તેનો બેઝિક પગાર એક ઝટકે ₹19,900 કે તેનાથી પણ વધુ થઈ જશે. 

એ જ રીતે લેવલ 3(₹21,700) વાળાને લેવલ 4 (₹25,500) કે તેના બરાબર અને લેવલ 5 (₹29,200) વાળાને લેવલ(₹35,400) બરાબરની શરૂઆતી બેઝિક સેલરીનો ફાયદો મળશે. 

2 પ્રમોશનની સુપર ફાસ્ટ ટ્રેન
હાલ એક કર્મચારીએ પ્રમોશન માટે અનેક નાના નાના લેવલ પાર કરવા પડે છે. જેમાં વર્ષો લાગી જાય છે. મર્જર બાદ આ રસ્તો નાનો અને તેજ થઈ જશે. 

- ઓછો ઈન્તેજાર, ફાસ્ટ પ્રગતિ
જ્યાં અગાઉ આગામી લેવલ પર જવામાં અનેક વર્ષો લાગતા હતા, ત્યં હવે ઓછા અને મોટા લેવલ  હોવાથી પ્રમોશન જલદી મળી શકે છે. 

- મોટી જવાબદારી, સારી  પ્રોફાઈલ
મર્જ થયેલા લેવલ પર તમે વધુ જવાબદારી મળશે, જે તમારી કરિયર પ્રોફાઈલને મજબૂત બનાવશે. 

3. પગારની વિસંગતિઓ થશે ખતમ
અનેકવાર આસપાસના લેવલ્સમાં પગારને લઈને થોડી વિસંગતિઓ (ઓછું-વધુ અંતર) હોય છે. મર્જરથી આ સમસ્યા દૂર થશે અને એક સ્વચ્છ અને તાર્કિક સેલરી સ્ટ્રક્ચર બનશે. 

કયા કર્મચારીઓને મળશે સૌથી વધુ ફાયદો?
આ 'માસ્ટરસ્ટ્રોક'નો સૌથી વધુ ફાયદો હાલના લેવલ-1, લેવલ-3, અને લેવલ-5ના કર્મચારીોને મળવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે તેમનુ લેવલ ઉંચાવાળા લેવલમાં મર્જ થશે તો તેમની બેઝિક સેલરી અને સ્ટેટસમાં તરત એક મોટો સુધાર જોવા મળશે. 

શું છે આ પ્રસ્તાવના પડકારો?
આ પ્રસ્તાવ જેટલો આકર્ષક છે તે લાગૂ કરવો એટલો જ પડકારભર્યો છે. 

- નાણાકીય બોજ
એક સાથે લાખો કર્મચારીઓના બેઝિક પગાર વધવાથી સરકારના ખજાના પર મોટો બોજ પડશે. 

- વરિષ્ઠતાનો સવાલ
મર્જ કરાયેલા લેવલ્સમાં કર્મચારીઓની Seniority કેવી રીતે નક્કી થશે. આ એક મોટો સવાલ રહેશે. 

સરકાર અને આઠમાં પગાર પંચ આ તમામ પહેલુઓ પર વિચાર કરશે. હાલ આ ફક્ત એક પ્રસ્તાવ છે. તેની અસલ તસવીર તો પંચની અધિકૃત ભલામણો બાદ જ સ્પષ્ટ થશે. 

શું છે આ સમગ્ર સમચારનું Conclusion?
આઠમાં પગાર પંચથી આ વખતે ફક્ત ફિટમેન્ટ ફેક્ટરથી જ પગાર વધે એવી અપેક્ષા નથી પરંતુ લેવલ મર્જર જેવા ક્રાંતિકારી  પ્રસ્તાવથી પણ લાખો કર્ચમારીઓ માટે એક નવું આશાનું કિરણ જાગ્યુ છે. જો સરકાર આ મોટો દાવ ખેલે તો આ ફક્ત કર્મચારીઓની નાણાકીય સ્થિતિ જ મજબૂત કરશે એવું નથી પરંતુ તેમના કરિયરને પણ એક નવી ઊંચાઈ આપશે. હાલ બધાની નજર આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો પર ટકેલી છે. જેનો ઈન્તેજાર હવે વધુ રોમાંચક બન્યો છે. 

(FAQs) કેટલાક સામાન્ય પ્રશ્નો

પ્રશ્ન1- આઠમાં પગાર પંચની ભલામણો ક્યારથી લાગૂ થઈ શકે છે?
જવાબ-1 તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થવાની શક્યતા છે. 

પ્રશ્ન 2- લેવલ મર્જરનો અર્થ શું છે?
જવાબ 2- તેનો અર્થ છે કે બે કે તેનાથી વધુ વર્તમાન પે લેવલને મર્જ કરીને એક નવું પે લેવલ બનાવવું. 

પ્રશ્ન 3- લેવલ મર્જરથી સૌથી મોટો ફાયદો શું થશે?
જવાબ 3- નીચલા લેવલના કર્મચારીઓના બેઝિક પગારમાં એક ઝટકે મોટો પગાર વધારો થઈ શકે છે. 

પ્રશ્ન 4- શું લેવલ મર્જરથી પ્રમોશન જલદી થશે?
જવાબ 4- હાં લેવલની સંખ્યા ઘટવાથી પ્રમોશનની પ્રક્રિયા તેજ થઈ શકે છે. 

પ્રશ્ન 5- શું આ પ્રસ્તાવ ફાઈનલ થઈ ગયો છે?
જવાબ 5- ના. હાલ આ ફક્ત એક પ્રસ્તાવ છે. અંતિમ નિર્ણય આઠમાં પગાર પંચની ભલામણો બાદ થશે. 

(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ હિન્દી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More