Home> Gujarat
Advertisement
Prev
Next

પીપળાના પાન પર અદ્ભુત કલાકૃતિ, આ સુરતીના ટેલેન્ટની દુનિયા છે પાગલ

લોકોમાં કળા કુટી કુટીને ભરેલી હોય છે, ત્યારે સુરતમાં રહેતા ડીમ્પલ જરીવાલા એવા વ્યક્તિ છે. જેમને દરરોજ કંઇક ને કંઇક શીખવાનું મન થતું હોય છે, અને તેઓનું આ જુનુન તેમના માટે જાણેકે વરદાન સ્વરૂપ છે, ત્યારે આ વખતે તેમને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી પીપળાના પાન પર ખુબ સરસ કાર્વિંગ આર્ટ વર્ક કર્યું છે. પીપળાના પાન પર જ્યાં કોરોનાને બાય બાય કર્યું છે ત્યાં જ કોરોનાની વેક્સિનને વેલકમ પણ કર્યું છે. આ ઉપરાંત તેમને દેશના મહાનુભવોના ચહેરા પણ પાન પર ઉતાર્યા છે.

પીપળાના પાન પર અદ્ભુત કલાકૃતિ, આ સુરતીના ટેલેન્ટની દુનિયા છે પાગલ

તેજસ મોદી/સુરત: લોકોમાં કળા કુટી કુટીને ભરેલી હોય છે, ત્યારે સુરતમાં રહેતા ડીમ્પલ જરીવાલા એવા વ્યક્તિ છે. જેમને દરરોજ કંઇક ને કંઇક શીખવાનું મન થતું હોય છે, અને તેઓનું આ જુનુન તેમના માટે જાણેકે વરદાન સ્વરૂપ છે, ત્યારે આ વખતે તેમને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી પીપળાના પાન પર ખુબ સરસ કાર્વિંગ આર્ટ વર્ક કર્યું છે. પીપળાના પાન પર જ્યાં કોરોનાને બાય બાય કર્યું છે ત્યાં જ કોરોનાની વેક્સિનને વેલકમ પણ કર્યું છે. આ ઉપરાંત તેમને દેશના મહાનુભવોના ચહેરા પણ પાન પર ઉતાર્યા છે.

fallbacks

ભાવનગરમાં આવી પહોંચી વેક્સિન, ત્રણ જિલ્લાને પુરવઠ્ઠો પહોંચાડવામાં આવશે

જીહાં આ છે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા ડિમ્પલ જરીવાલા એક એવા વ્યક્તિ છે એજ કાળાત્મક વસ્તુઓ બનાવામાં માહિર છે. એક વેંતથી નાના ગણપતિથી માંડી પતંગ બનાવવામાં તેમને મહારત પ્રાપ્ત છે, ત્યાં પેન્સિલ પર પણ તેમનું આર્ટ વર્ક ખુબ જાણીતું છે, પેપર ઉપર સ્કેચ બનાવતા હતાં ત્યારે એમને વિચાર આવ્યો કે આવું કાર્વિંગ વર્ક ઝાડાના પાન ઉપર પણ થઇ શકે છે. જેના માટે તેમને પ્રયાસ પણ શરુ કર્યા. જેમાં તેમને પીપળાના પાન પર સફળતા મળી હતી, આમ સફળતા મળતા તેમને કોરોના કાળને પણ પીપળાના પાન પર ઉતાર્યો હતો. હાલમાં જ પુરા થયેલા વર્ષ 2020માં કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાને મુશ્કેલીમાં મૂકી હતી. જેને લઈને તેમને પીપળાના પાન પર બાય બાય કોરોના 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું, ત્યાં જ હવે જ્યારે 16મી જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન ભારતના લોકોને મળવા જઈ રહી છે, ત્યારે આ વેક્સિનને આવકારવા માટે તેમને વેલકમ કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવ્યું છે.

Gujarat Corona Update : 602 નવા દર્દી 755 સાજા થયા 03 દર્દીના મોત

ડિમ્પલ જરીવાલાએ પીપળાનાં પાન પર સૌથી પહેલા વેલેન્ટાઇન ડે સંદર્ભનું કાર્વિંગ આર્ટ કર્યું હતું. જેમાં સફળતા મળતા તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહાનાયક અમિતાભ બચ્ચન, સ્વામી વિવેકાનંદ, સહિતના મહાનુભવોના ચહેરા પણ પીપળાના પાન પર ઉતર્યા હતા. એક પાના પર ચહેરો કે આર્ટ બનાવતા અંદાજે 15 થી 20 મિનિટનો સમય તેમને થાય છે. જોકે પાના પર આર્ટ કરતી વખતે ખુબ કાળજી રાખવી પડતી હોય છે, કારણ કે એક નાનકડી ભૂલ થવાથી તેમને નવા પાનનો ઉપયોગ કરવો પડતો હોય છે. ડિમ્પલ જરીવાલાએ આ પ્રકારના આર્ટમાં મહારત મેળવી છે. નાનામાં નાની વસ્તુઓને ખુબ જ સુંદર રીતે આકાર આપવા સાથે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી તેના પર પોતાની કારીગરી તેઓ કરી જાણે છે. દરેક મહત્વના દિવસોને યાદ રાખીને તેઓ આ પ્રકારનું આર્ટ તૈયાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More