Home> India
Advertisement
Prev
Next

કઈ કંપનીની કોરોના વેક્સીનની શું છે કિંમત? સરકારે જણાવી

કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. તેની રફતાર પર લગામ તો લાગી છે સાથે જ આ મહામારી પર પ્રહાર કરવા માટે દુનિયાના ઘણા દેશોએ કોરોના વેક્સીન બનાવી છે. ભારતે હાલ કોરોનાની બે વક્સીનને લીલી ઝંડી દેખાડી છે

કઈ કંપનીની કોરોના વેક્સીનની શું છે કિંમત? સરકારે જણાવી

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. તેની રફતાર પર લગામ તો લાગી છે સાથે જ આ મહામારી પર પ્રહાર કરવા માટે દુનિયાના ઘણા દેશોએ કોરોના વેક્સીન બનાવી છે. ભારતે હાલ કોરોનાની બે વક્સીનને લીલી ઝંડી દેખાડી છે. આ ઉપરાંત રશિયા અને ચીનની રસી માટે પણ ઓર્ડર આપવામાં આવ્યા છે, જેની કિંમત સરકારે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

fallbacks

આ પણ વાંચો:- કોરોના વેક્સીન પર ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર, કંપની આપશે કોવેક્સીન

સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટથી ભારત સરકારે વેક્સીનના 110 લાખ ડોઝને હાલ ઓર્ડર આપ્યો છે. તેની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ (ટેક્સ બાદ કરતા) છે. ત્યારે ભારત બાયોટેકની કોવેક્સીનના 38 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી 12 લાખ ડોઝ ભારત સરકારને મફત આપવામાં આવશે. એવામાં વેક્સીનની સરેરાશ કિંમત 206 રૂરિયા પ્રતિ ડોઝ (ટેક્સ બાદ કરતા) થશે.

આ પણ વાંચો:- Corona સંક્ટ હજી ટળ્યું નથી, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આપી છે ચેતવણી

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ફાઈઝર અને બાયોએનટેકની વેક્સીન એક ડોઝની કિંમત 1431 રૂપિયા છે. મોડર્નાની વેક્સીનની એક ડોઝની સંભવિત કિંમત 2348થી 2715 રૂપિયા સુધી રહેશે. ચીનની વેક્સીનના એક ડોઝ માટે 5600 રૂપિયાથી પણ વધારે કિંમત ચુકવવી પડશે. જ્યારે ભારતમાં કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ તમામ કિંમત સરકાર માટે છે. સરકાર આ કિંમત પર કંપનીઓ પાસેથી ખરીદી રહી છે.

આ પણ વાંચો:- યુરોપ નહીં આ છે ભારતનું એક ગામ, જેને જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

તેમણે કહ્યું કે, દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. બંને વેક્સીનોની સુરક્ષા અને પ્રતિરક્ષાજનક સિદ્ધી થઈ છે. રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસ મહામારીની સામે રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.

આ પણ વાંચો:- SCમાં ખેડૂતોના વકીલે કહ્યું બેઠકમાં આવે PM Modi, ચીફ જસ્ટિસે કરી આ ટિપ્પણી

કોરોનાને લઇને વ્યક્ત કરી ચિંતા
રાજેશ ભૂષણે કહ્યું કે, દુનિયામાં કોરોનાને લઇને હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. એક દિવસમાં 4 લાખ નવા કેસ સામે આવ્યા. બ્રિટેનમાં 68,000 નવા કેસ, બ્રાઝિલમાં 87,000 અને રશિયામાં 29,000 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં 12,584 નવા કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં હાલ કોરોનાના કુલ કેસ 43.96 ટકા હોસ્પિટલો અથવા અન્ય હેલ્થકેર ફેસિલિટીઝમાં છે. જ્યારે 56.04 ટકા હોમ આઇસોલેશનમાં છે. માત્ર 2 રાજ્યમાં અત્યારે 50,000થી વધારે એક્ટિવ કેસ છે. કેરળમાં 64,547 જ્યારે મહારાષ્ટ્રમાં 53,463 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો:- કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો શું બોલ્યા કિસાન નેતા રાકેશ ટિકૈત

રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં કોરોનાના કુલ કેસ 1.04 કરોડ છે. તેમાંથી એક્ટિવ કેસ 2.16 લાખ છે. 1.51 લાખ લોકોના મોત થયા છે. પ્રતિ લાખની આબાદીમાં 7,593 નવા કેસ રિપોર્ટ થયા છે. પ્રતિ 10 લાખની આબાદીમાં 109 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More