Home> Gujarat
Advertisement
Prev
Next

Axar Patel Engagement: ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં શેર કર્યો ફોટો

ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા અક્ષર પટેલે લખ્યું, “જિંદગીની આ નવી શરૂઆત છે. હંમેશાં માટે એક સાથ.''

Axar Patel Engagement: ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં શેર કર્યો ફોટો

Cricketer Axar Patel got engaged today: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી. અક્ષરે તેના ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી હતી. અક્ષરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મેહા સાથેનો એક ફોટો શેર કર્યો છે.

fallbacks

20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા અક્ષર પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ બનાવ્યો હતો. તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. અક્ષરે તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના લોકો સાથે કેટલાક નજીકના લોકો પણ હાજર હતા.

ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા અક્ષર પટેલે લખ્યું, “જિંદગીની આ નવી શરૂઆત છે. હંમેશાં માટે એક સાથ.''

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે ભારતીય ક્રિકેટ ટીમ માટે 38 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 45 વિકેટ ઝડપી છે. અક્ષરે 5 ટેસ્ટ મેચમાં 36 વિકેટ લીધી છે. તેણે 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તેણે 13 વિકેટ ઝડપી છે.

જો અક્ષરની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તે પણ ખૂબ અસરકારક રહ્યો છે. તેણે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે અત્યાર સુધી 109 IPL મેચમાં 95 વિકેટ ઝડપી છે.

fallbacks

અભિનંદનનો વરસાદ
ઓલરાઉન્ડર અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર સગાઈના ફોટા મૂકતાં જ ફેન્સે તેમને અભિનંદન આપ્યાં છે. દિલ્હી કેપિટલ્સે પણ આ ખાસ પ્રસંગે અક્ષર અને મેહાને અભિનંદન આપ્યાં છે. દિલ્હી કેપિટલ્સે અભિનંદન આપતાં લખ્યું છે કે અક્ષર અને મેહા તમને અભિનંદન. બોલર આર. પી. સિંહે પણ ટ્વીટ કરીને અક્ષર પટેલને ટ્વીટ કરીને અભિનંદન આપ્યાં હતાં.

કોણ છે પટેલની મંગેતર?
પટેલની મંગેતરનું નામ મેહા છે. મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. આ બંને કપલના પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેહાએ પોતાના હાથ પર તેમના નામનું ટેટૂ બનાવ્યું છે. તેના હાથ પર 'અક્ષા' લખેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More