Home> India
Advertisement
Prev
Next

Republic Day Parade 2022: 26 જાન્યુઆરીની પરેડના ફ્લાઇપાસ્ટમાં દરેક ઉડાનનો હોય છે ખાસ અર્થ, આ વખતનો પ્લાન સમજો

આ વખતે પહેલીવાર નેવીના MiG29K અને  P8I યુદ્ધ વિમાન પણ ભાગ લઈ રહ્યા છે. એટલે ભારતીય એરફોર્સ, આર્મી અને નેવીના વિમાનો એકસાથે શક્તિ પ્રદર્શન કરશે. જેમ કે 17 જગુઆર વિમાન અમૃત મહોત્સવના 75મા વર્ષની આકૃતિ બનાવતાં આકાશમાં જોવા મળશે.

Republic Day Parade 2022: 26 જાન્યુઆરીની પરેડના ફ્લાઇપાસ્ટમાં દરેક ઉડાનનો હોય છે ખાસ અર્થ, આ વખતનો પ્લાન સમજો

નવી દિલ્લી: 26મી જાન્યુઆરીએ રાજપથ પર થનારી પરેડ આ વખતે ખાસ બની રહેવાની છે. જે રીતે સરકાર દરેક ક્ષેત્રમાં 75 વર્ષ પર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. તેની ઝલક ગણતંત્ર દિવસની પરેડમાં પણ જોવા મળશે. 75માં વર્ષ પ્રસંગે આ વખતે ભારતીય એરફોર્સ, આર્મી અને નેવીના યુદ્ધ વિમાનો એકસાથે 75 વિમાન ગણતંત્ર દિવસ પરેડમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરતાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાઈપાસ્ટ હશે. શું તમે જાણો છો કે આ ફ્લાઈપાસ્ટમાં ભરવામાં આવતી દરેક ઉડાનની એક  ખાસ થીમ હોય છે. જે ખાસ મેસેજ આપે છે.

fallbacks

કેવી હોય છે ફ્લાઈપાસ્ટ:
દરેક 26 જાન્યુઆરીએ ફ્લાઈપાસ્ટ થાય છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સના વિમાન આકાશમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે. એવું નથી કે કોઈપણ વિમાન ગમે ત્યારે આકાશમાં ચાલ્યું જાય છે. તેના માટે ખાસ થીમ હોય છે. દરેક ઉડાન એક અલગ ફોર્મેશનમાં થાય છે. જેમાં ઉડનારા વિમાનોની સંખ્યા, તેના ઉડવાની સ્ટાઈલ વગેરે નક્કી થાય છે. દરેક ઉડાનની એક થીમ હોય છે અને તે થીમ પણ કંઈક મેસેજ આપે છે. આવી જ રીતે 13 ફોર્મેશનમાં આ વખતે ઉડાન ભરવામાં આવશે અને ગયા વર્ષે પણ અનેક ફોર્મેશનમાં વિમાનોએ ઉડાન ભરી હતી. આ ફોર્મેશનની દરેક થીમ હોય છે. તેના હિસાબથી વિમાન ઉડે છે. આ વખતે ફોર્મેશનમાં મેઘના, એકલવ્ય, તંગેલ, તરણ, વિનાશ જેવા ફોર્મેશન થશે. જેમાં વિમાન અલગ-અલગ ઉડાન ભરશે. જો ગયા વર્ષની વાત કરીએ તો છેલ્લી વાર સેનાના વિમાનોએ નિશાન, ધ્રુવ, રુદ્ર, રક્ષક, ભીમ, નેત્ર, ગરુડ, એકલવ્ય, ત્રિેનેત્ર, વિજય, બ્રહ્માસ્ત્ર ફોર્મમાં ઉડાન ભરી હતી અને કરતબ બતાવ્યા હતા.

fallbacks

આ વખતે શું હશે ખાસ:
આ વખતે પહેલીવાર નેવીના MiG29K અને  P8I યુદ્ધ વિમાન પણ ભાગ લઈ રહ્યા છે. એટલે ભારતીય એરફોર્સ, આર્મી અને નેવીના વિમાનો એકસાથે શક્તિ પ્રદર્શન કરશે. જેમ કે 17 જગુઆર વિમાન અમૃત મહોત્સવના 75મા વર્ષની આકૃતિ બનાવતાં આકાશમાં જોવા મળશે. આ વખતે વિમાનોમાં માલવાહક, ફાઈટર, ટોહી, હેલિકોપ્ટર વિમાન હશે. હવે દરેક ફોર્મેશનના હિસાબથી જોઈએ કે આ વખતે કયા ફોર્મેશનમાં કયું વિમાન હોય છે.

પહેલું ફોર્મેશન:
જેને નિશાન કે ધ્વજ ફોર્મેશન કહેવામાં આવે છે. તેમાં પરેડની સાથે 4 MI-17v5 હેલિકોપ્ટર, રુદ્ર ફોર્મેશનના 4 એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, પરેડ પછી ફ્લાઈ પાસ્ટ દરમિયાન રાહત ફોર્મેશનના 5 ALH એરો ફોર્મેશનમાં ઉડાન ભરશે.

બીજું ફોર્મેશન:
મેઘના (71ના યુદ્ધની યાદમાં) 1 ચિનૂક અને 4 Mi-17 એરો ફોર્મેશનમાં ઉડશે.

Image preview

ત્રીજું ફોર્મેશન:
એકલવ્યનું 1 Mi 35 હેલિકોપ્ટર અને ચાર અપાચે હેલિકોપ્ટર એરો ફોર્મેશનમાં ઉડાન ભરશે

ચોથું ફોર્મેશન:
તંગેલ (71ના યુદ્ધમાં તંગેલ એર ડ્રોપની યાદમાં) 1 ડકોટા વિન્ટેજ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 2 ડોર્નિયર એરક્રાફ્ટ વિગ ફોર્મેશનમાં ઉડાન ભરશે

પાંચમું ફોર્મેશન:
તરણ 3-સી 130 વિગ ફોર્મેશન

છઠ્ઠું ફોર્મેશન:
નેત્રાનું 1 એવેક્સ એરક્રાફ્ટ, 2 સુખોઈ અને 2 મિગ-29ની સાથે એરો ફોર્મેશનમાં ઉડાન ભરશે

સાતમું ફોર્મેશન:
વિનાશ, 2 રાફેલ ફાઈટર એરો ફોર્મેશનમાં ઉડાન ભરશે

આઠમું ફોર્મેશન:
બાઝ, એક રાફેલ, 2 મિગ 29, 2 જગુઆર, 2 સુખોઈ

નવમું ફોર્મેશન:
ત્રિશૂલ, 3 સુખોઈ ઉડાન ભરતાં ત્રિશૂલનો આકાર બનાવશે

દસમું ફોર્મેશન:
વરુણ, નેવીની લોંગ રેન્જ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P8i  અને નેવીના મિગ-29 કેની સાથે ઉડશે

fallbacks

અગિયારમું ફોર્મેશન:
તિરંગા 5 ALH ઉડાન ભરશે

બારમું ફોર્મેશન:
વિજય એક રાફેલ ઉડાન ભરતાં જશે અને રાષ્ટ્રપતિની સામે વર્ટિકલ ચાર્લી મનૂવરિંગ કરશે

તેરમું ફોર્મેશન:
અમૃત ફોર્મેશન 17 જગુઆર એકસાથે 75ના આંકડાના આકારમાં ઉડાન ભરશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More