Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ કરી આરોપી યુવકની તરફેણ કરી, જજ પણ ચોંકી ઉઠ્યાં

  જિલ્લાનાં પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવાર અને મુળ દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને દીકરી સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવનારા શ્રમજીવીની 17 વર્ષીય સગીર દીકરી પર 12 જુન 2019ના રોજ સવારે પોણા આઠ વાગ્યે કુદરતી હાજતે ગઇ હતી. ત્યાર બાદ તેણીનો કોઇ પતો લાગ્યો નહોતો. જેથી પરિવારજનોએ દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. જેથી આરોપી પર દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો લગાવાઇ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સગીરાએ પોતાની મરજીથી ગઇ હોવાનું કહેતા આરોપીને જામીન અપાયા હતા. 

સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ કરી આરોપી યુવકની તરફેણ કરી, જજ પણ ચોંકી ઉઠ્યાં

સુરત:  જિલ્લાનાં પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવાર અને મુળ દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને દીકરી સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવનારા શ્રમજીવીની 17 વર્ષીય સગીર દીકરી પર 12 જુન 2019ના રોજ સવારે પોણા આઠ વાગ્યે કુદરતી હાજતે ગઇ હતી. ત્યાર બાદ તેણીનો કોઇ પતો લાગ્યો નહોતો. જેથી પરિવારજનોએ દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. જેથી આરોપી પર દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો લગાવાઇ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સગીરાએ પોતાની મરજીથી ગઇ હોવાનું કહેતા આરોપીને જામીન અપાયા હતા. 

fallbacks

અમદાવાદના જૂના અને જાણીતા બજારોની એક ઝલક, જ્યાં તમને મળશે તમારા બજેટમાં મનગમતી વસ્તુઓનો ખજાનો

સગીરાની સાથે મુળ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાની નિશાળવાળી શેરી ખાતે રહેતા ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે મુકેશ બારૈયા પણ સ્થળ પરથી ગાયબ થઇ ગયો હતો. જેથી શ્રમજીવી પરિવારનાં મોભી દ્વારા કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે સગીર દિકરીનાં અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાનાં એક વર્ષ બાદ સગારી અને આરોપી ધર્મેન્દ્ર બારૈયાને ઝડપી પાડ્યાં હતા. આ બનાવ અંગે શરૂઆતમાં પોલીસ ઇપીકો કલમ 363, 366 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇપીકો કલમ 376 (3) તથા ધ પોક્સો એ કટની કલમ 4,5,6 અનુસાર કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

ચોમાસા બાદ અંબાલાલ પટેલે કરી ઠંડી માટે આગાહી

આ કેસમાં આરોપીનાં વકીલે જણાવ્યું કે, કિશોરી જ્યારે ભાગી ત્યારે તેની ઉંમર 17 વર્ષ 3 માસ ઉપરની હતી. આ ઉપરાંત તે પોતાની મરજીથી આરોપી સાથે ભાગી ગઇ હતી. બંન્નેની અગાઉ સગાઇ થઇ હતી બંન્ને એક બીજાના પ્રેમમાં હતા. આ ઉપરાંત ફરિયાદી યુવકને પસંદ પણ કરતા નહોતા. જેથી આ ગુનાનો ભોગ બનનારા યુવતી પોતે જ ભાગી છુટી હતી. આ ઉપરાંત તેણીએ જ્યારે 18ની ઉંમર પુર્ણ કરી હતી. ત્યાર બાદ આ કામના આરોપીએ તેણી સાથે લગ્ન કર્યા હતા. જેના થકી આરોપી હાલમાં એક સંતાનનો પિતા પણ છે. જો કે ફરિયાદી દ્વારા પણ કોઇ દલીલ નહી કરવામાં આવતા તેનું સોગંદનામું આખરે મંજુર રાખવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More