Home> Gujarat
Advertisement
Prev
Next

બળદેવજી ઠાકોરે ભાજપ પર સાધ્યું નિશાન, ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા

Baldevji Thakor On BJP MLAs : પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન... ભાજપે જેમ નખ વગરના સિંહ હોય એમ ઠાકોર સમાજના નેતાઓને નખ વગર સિંહ બનાવી વાડામાં પુરવાનું કામ કર્યું છે

બળદેવજી ઠાકોરે ભાજપ પર સાધ્યું નિશાન, ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા

Thakor Samaj Sammelan પ્રેમિલ ત્રિવેદી/પાટણ : પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું. નવી દિશા અને નવા આયોજનો માટે સમાજના લોકો એકઠાં થયા હતા. ભાજપ સાથે જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજી ઠાકોરે નિશાન સાધ્યું હતું. સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જાય છે. ઠાકોર સમાજના નેતાઓને નખ વિનાના સિંહ બનાવી ભાજપે પૂરી દીધા વાડામાં. 

fallbacks

ઠાકોર સમાજના ઉત્થાન માટે મહાસંમેલન
પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં કોંગ્રેસના અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મહાનુભાવો એ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ ને દૂર કરી યુવા યુવતીઓને ફરજિયાત પણે શિક્ષણ આપવું ખોટા ખર્ચાઓ દૂર કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી. 

ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીની મુસાફરી સરળ બનશે, નીતિન ગડકરીએ બનાવ્યો નવા હાઈવેનો પ્લાન

ગેનીબેન ઠાકોરનો હુંકાર
આ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓને પાવર વગરના પ્રધાન જ કહેવાય. ઠાકોર સમાજની સરકાર પાસે જે માંગણીઓ કરેલી છે તે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ માંગણીઓ પુરી કરાવશે તો અમે તેમનો પણ આભાર માનીશું. 

આમ, પાટણ યુનિવર્સીટી ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપમા રહેલા ઠાકોર સમાજના નેતાઓ પર પ્રહાર કરાયા હતા. ગેનીબેને કહ્યું હતું કે, ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક રીતે જે લાભ સમાજને મળવો જોઈએ તે નથી મળતો. 

એક તરફ સંમેલનમા કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપમાં ગયેલા ઠાકોર સમાજના નેતાઓને નખ વગરના સિંહ ગણાવ્યા તો બીજી તરફ ગેનીબેને ભાજપના ઠાકોર સમાજના નેતાઓને પાવર વગરના પ્રધાન ગણાવ્યા. 

ગુજરાતમાથી પકડાયું 1800 કરોડનું ડ્રગ્સ, પોરબંદરથી 190 કિમી દૂર દરિયામાં મોટું ઓપરેશન

સરકાર દ્વારા ઠાકોર સમાજને અન્યાય કરાય છે - અમિત ચાવડા 
અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકામાં સરકાર દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા ઠાકોર સમાજ, બક્ષીપંચ સમાજ એસ.સી એસટી સમાજો વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવામાં આવતી નથી. બક્ષીપંચ સમાજ સહિત અન્ય સમાજોમાં વિકાસની ફાળવણીમાં હિસ્સેદારીમાં સરકાર દ્વારા સત્ય અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આવા સમાજો સાથે જે સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેની સામે  સરકારનો જવાબ માંગવા અને તાકાત નો પરચો બચાવવા આજે પાટણ ખાતે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે લડત પણ લડવામાં આવશે

ગુજરાતની જનતામાં  વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને, હાલમાં જે કોંગ્રેસનું સંગઠન છે તેની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને કોંગ્રેસમાં તક મળે તેમજ જે લોકો પાર્ટીમાં કામ નથી કરતા તેઓને બદલવામાં પણ આવે આ નવા સંગઠનની પુનઃરચનાના નવા ઢાંચાની શરૂઆત 16 મી તારીખે અરવલ્લી ખાતેથી રાહુલ ગાંધી કરાવશે.

સરકારમાં રહેલા ઠાકોર સમાજના MLA તેમજ મંત્રીઓને પાવર વગરના પ્રધાન જ કહેવાયઃ ગેનીબેન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More