Dark Brown Hair Color For White Hair: લોકોની ખાણીપીણી અને લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. સ્ટ્રેસ, પોષણનો અભાવ અને અપૂરતી ઊંઘની અસર વાળ પર પડે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે લોકો કેમિકલ યુક્ત હેર ડાઇનો ઉપયોગ પણ શરૂ કરી દેતા હોય છે. કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવાથી વાળને લાંબા સમયે નુકસાન થવા લાગે છે અને વાળના મૂળ નબળા પડી જાય છે. સફેદ વાળની સમસ્યાથી બચવા માટે કલર કરતાં લોકોને ખરતા વાળની સમસ્યા ગળે પડી જાય છે. જો તમે એક સમસ્યામાંથી નીકળીને બીજી સમસ્યામાં પડવા ન માંગતા હોય તો ઘરે જ કેટલીક વસ્તુઓની મદદથી હેર કલર બનાવીને તેનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
જો તમે વાળને એકદમ કાળા કરવા નથી માંગતા અને ડાર્ક બ્રાઉન કરવા માંગો છો તો ફક્ત 30 મિનિટમાં જ સફેદ વાળ ડાર્ક બ્રાઉન થઈ જશે. તેના માટે કેટલીક આયુર્વેદિક વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર પણ બનશે અને સાથે જ વાળ સફેદમાંથી ડાર્ક બ્રાઉન રંગના થઈ જશે. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરશો તો ધીરે ધીરે સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી જશે
આ પણ વાંચો: Weight Loss: 1 વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી ખાવા લાગો, ઘટવા લાગશે પેટ પર જામેલી ચરબી
વાળને ડાર્ક બ્રાઉન કરવા માટેની વસ્તુઓ
સફેદ વાળને મૂળમાંથી ડાર્ક બ્રાઉન કરવા હોય તો બે ચમચી મહેંદી પાવડરમાં એક ચમચી આમળાનો પાઉડર, એક ચમચી બ્રાહ્મીનો પાઉડર, એક ચમચી ભૃંગરાજ પાઉડર, એક ચમચી કોફી, એક કપ ચાનું પાણી, એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી નાળિયેરનું તેલ એક બાઉલમાં મિક્સ કરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 30 મિનિટ માટે ઢાંકીને છોડી દો.
આ પણ વાંચો: Dal Tadka: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા
તૈયાર કરેલી પેસ્ટને શેમ્પુ કરેલા વાળમાં મૂળમાંથી સારી રીતે અપ્લાય કરો. પેસ્ટને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને ફક્ત પાણીથી સાફ કરી લો જેથી પેસ્ટ નીકળી જાય. આ દિવસે શેમ્પુ કરવું નહીં. શેમ્પૂ બીજા દિવસે કરવું. આ પેસ્ટ લગાડશો એટલે તમે જોશો કે સફેદ વાળ ડાર્ક બ્રાઉન દેખાવા લાગ્યા છે.
આ પણ વાંચો: સફેદ વાળ છુપાવવા વારંવાર મહેંદીનો ઉપયોગ નુકસાનકારક, વાળ થઈ જશે રુક્ષ અને પાતળા
જો માથામાં સફેદ વાળ વધારે હોય તો આ હેર પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત જરૂરથી કરો. દર વખતે આ પેસ્ટને ફ્રેશ બનાવો. પેસ્ટ એકસાથે વધારે બનાવીને તેને સ્ટોર ન કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે