Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્નની સીઝનમાં સાચવજો! આ ગેંગ ક્યાંક તમારો પ્રસંગ ન બગાડી દે; ખાસ કરીને દુલ્હન પર હોય છે ખાસ નજર

દમણના નાની દમણ સ્થિત હોટલ સીદાદે ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મધ્યપ્રદેશથી મુખ્ય આરોપી બોબી દિનેશ સાંસી (22)ની ધરપકડ કરી છે.

લગ્નની સીઝનમાં સાચવજો! આ ગેંગ ક્યાંક તમારો પ્રસંગ ન બગાડી દે; ખાસ કરીને દુલ્હન પર હોય છે ખાસ નજર

નિલેશ જોશી/દમણ: લગ્ન પ્રસંગોમાં ટીપ ટોપ બની જાનાઈઓની વચ્ચે ઘુસી ચોરી કરતી ગેંગ ના અવારનવાર કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે મધ્યપ્રદેશની બેન્ડ બાજા બારાતના કારનામાં સમગ્ર ભારતમાં જાણીતી છે. આ ગેંગના સાગરીતો ભવ્ય લગ્ન સમારંભમાં સારા કપડાં પહેરીને ચોરીને અંજામ આપતા હોય છે. ખાસ કરીને દુલ્હનને આપવામાં આવતા સોનાના દાગીના પર આ ગેંગની બાજ નજર હોય છે તક મળતા જ આ ગેંગના સાગરીતો ચોરીને અંજામ આપી પણ વારમાં ફરાર થઈ જતા હોય છે . ત્યારે કેન્દ્રશાસિત દમણ માં પણ એક હોટલમાં આયોજિત ભવ્ય લગ્ન પ્રસંગમાં દુલ્હન નો પરિવાર પર અચાનક જ આફત આવી હતી શું હતી હકીકતના અને પછી દમણ પોલીસે કેવી રીતે પરિવારની મદદ કરી?

fallbacks

ચોથી લહેર આવી કે શું? અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના બ્લાસ્ટ, આ ઝોનમાં સૌથી વધુ કેસ

પ્રવાસ સ્થળ દમણ પ્રવાસીઓની પહેલી પસંદ તો છે જ પરંતુ લગ્નની મોસમમાં દમણના દરિયા કિનારે આવેલ હોટલ અને રિસોર્ટમાં ભવ્ય લગન પરિવાર માટે યાદગાર રહી જતા હોય છે. ત્યારે નાની દમણ વિસ્તારમાં આવેલ દેવકા બીચ પર આવેલ સીદાદે દમણ નામની હોટલમાં ગત ફેબ્રુઆરી માસમાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં રહેતા જય કુમાર ગિરધારીલાલ ટિકમાની ના દીકરી ના લગ્ન આ ભવ્ય હોટલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક જ હોબાળો મચી જવા પામ્યો હતો. 

દુલ્હનના ઘરેણા રાખવામાં આવેલ પર્સની ચોરી થઈ હતી. આમ દુલ્હન ના મંગલસૂત્ર તેમજ હીરાની વીંટી અને 20 હજાર રોકડા રૂપિયાની ચોરી થઈ હતી. આ ઘટનાને પગલે પરિવારે કડાઈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીને પગલે તો દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ તે જ કરી હતી ત્યારે હવે આ મામલે દમણ પોલીસે એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી લીધી છે.

સુરતના પાટીદાર ઉદ્યોગપતિએ દિલ ખોલીને આપ્યું દાન, હીરા જડિત સોના-ચાંદીના આભૂષણો પ્લેન

દમણ પોલીસ સ્ટેશન જાપતામાં ઉભેલા આ ઈસમ નું નામ બોબી દિનેશ સાંસી છે. પ્રથમ નજરે મોડેલ લાગતો આ યુવાન ના કારનામાં જાણીને આપ પણ ચોકી જશો. આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં રહેતો બોબી ને લગ્નમાં મહાણવાનો ખૂબ જ શોખ છે. ભવ્ય લગ્નમાં હાજરી આપી દુલ્હન ના દાગીના ની રેકી કરવામાં માસ્ટર એવા બોબી બેન્ડ બાજા બારાત ગેંગ નો સભ્ય છે. આપને જણાવી દઈએ કે સમગ્ર ભારતમાં આ બેન્ડ બાજા બારાત પોતાના કારનામા માટે જાણીતી છે. 

જી હા કોઈપણ શહેરમાં મોંઘા દાટ અને ભવ્ય લગ્ન નું આયોજન થતું હોય તેના પર આ ગેંગની બાજ નજર હોય છે પછી આ ગેંગના સાગરીતો લગ્નમાં શોભે તેવા મોંઘા દાઢ કપડાં પહેરી લગ્નમાં પહોંચી જતા હોય છે અને જેવી તક મળે અને વરરાજા કે પછી દુલ્હનના સોનાના દાગીના ભરેલ પર્સ ને લઈ રફુ ચક્કર થઈ જતા હોય છે. દમણમાં થયેલ લગ્નના ચોરીમાં મધ્યપ્રદેશની બેન્ડબાજા બારાત ગેંગ નો હાથ હતો. ત્યારે દમણ પોલીસે મધ્યપ્રદેશ થી આરોપી બોબીની ધરપકડ કરી લીધી છે.

'મારે માત્ર 800 દિવસ માટે MLA બનવું છે, આ જીત થકી મારા ભાઈ જયેશભાઈને મંત્રી બનતા...'

જો આપના ઘરે પણ કોઈ લગ્ન પ્રસંગ હોય તો મફતની સલાહ છે કે દુલ્હનના ઘરેણાંની થેલી કે પછી પર જેને પણ સોંપી હોય તેને અતિશય ધ્યાન રાખવા જેવું છે કારણ કે તમારા કમાણીના મહામૂલા દાગીના પર બેન્ડબાજા બારાતની અચૂક નજર હશે જો નજર ચૂકી તો દુર્ઘટના ઘટી આ કથન ચોક્કસથી સાચું થશે આપણા રાજ્યમાં ઘણીવાર આ પ્રકારની ગેંગમાં નાના બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે કે પછી મહિલા પણ આવી ગેંગમાં જોડાઈ હોય છે જોકે દમણના આ કિસ્સામાં બોબી એકલો ન હતો તેનો એક સાથીદાર પણ હતો ..જો કે હાલ દમણ પોલીસે બોબીની ધરપકડ કરી છે.અને તેના સાથીદારને ટૂંક જ સમયમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે તેવો દાવો દમણ પોલીસ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More