અમદાવાદઃ આજના મોબાઈલ યુગમાં મોબાઈલ વગરની કલ્પના પણ કરી શકાતી નથી...પરંતુ જેટલી સુવિધાઓ વધે છે તેટલી જ આફતોને પણ આમંત્રણ મળી જાય છે. આજે સાઈબર ફ્રોડના અનેક કિસ્સા આપણી સામે આવતા રહે છે. તમે તમારા કોઈ અંગત વ્યક્તિને કોલ કરો અને ફોન રિસિવ થાય ત્યારે અવાજ કોઈ બીજાનો આવતો હોય છે. તમે નેટવર્ક સમજીને ફોન કાપી નાંખો છે...પરંતુ આ સાઈબર ફ્રોડને આમંત્રણ છે...તો હવે આવા કોલથી ચેતી જજો...આનાથી બચવા શું કરશો?...જુઓ આ અહેવાલમાં....
સાઇબર ફ્રોડની નવી ટ્રિક
આજના આધુનિક અને મોબાઈલના યુગમાં એવો કોઈ દેશ કે વ્યક્તિ નથી જ્યાં મોબાઈલનો વપરાશ થતો ન હોય....મોબાઈલ આધુનિક જમાનાની સૌથી શ્રેષ્ઠ શોધોમાંથી એક ગણાય છે. મોબાઈલ વગરની દુનિયાની કલ્પના પણ કરી શકાતી નથી...પણ મોબાઈલનો જેવ વપરાશ વધ્યો છે તેમ તેનાથી થતું નુકસાન પણ વધ્યું છે...સાઈબર માફિયા અને ગઠિયાઓ રોજ અનેક મોબાઈલ યુઝરને પોતાનો શિકાર બનાવી પોતાનો ધંધો ધમધમાવે છે...ગઠિયાઓ રોજ નવી નવી તરકીબ અપનાવતા હોય છે...થોડા સમયથી હાલ તમે કોઈ અંગત વ્યક્તિનો કોલ કરો તો સામેથી અવાજ કોઈ અન્યનો આવતો હોય છે...તમે નેટવર્કમાં પ્રોબ્લેમ સમજીને ફોન કાપીને ફરીથી કરો છો...પરંતુ આ તમારી સાથે એક મોટી છેતરપિંડી છે...તમારી સાથે ફ્રોડ થવાનું છે તેને આમંત્રણ છે...
આ પણ વાંચોઃ મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, દરેક જિલ્લામાં જલ્દી શરૂ થઈ જશે મેડિકલ કોલેજ
તમારી સાથે આવું થાય છે?
અંગત વ્યક્તિનો કોલ કરો તો સામેથી અવાજ કોઈ અન્યનો આવે. સામેથી આવતો બીજો અવાજ જાણી જોઈને સાઈબર માફિયાઓએ બિછાવેલી જાળ છે...આ રીતે તમારા ફોનનું સેટિંગ બદલવાનું કાવતરું છે...જેની તમને ખબર પણ ન પડે અને સેટિંગ બદલાઈ જાય...તમારો કોલ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જાય છે...જેની તમને જાણ પણ ન હોય...આ રીતે તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે...તો તમારી સાથે આવું થતું હોય તો જરા સાવધાન રહેજો...આનાથી બચવા તમે શું કરશો?...તો અમે આ જાણકારી માટે કેટલાક સાઈબર એક્સપર્ટને મળ્યા...તો તેમણે કેટલીક ટ્રીક અમને આપી...જે અમે આપને જણાવીશું...તમે *#62# ફોનમાં ડાયલ કરો, આ કોડથી ખબર પડશે કે તમારો કોલ કયા નંબર પર ડાયવર્ટ થયો છે, તમે ##002# ડાયલ કરીને કોલ અને મેસેજ ફોરવર્ડિંગ બંધ કરી શકો છો, જો આ કોડથી સમસ્યા દૂર ન થાય તો સેટિંગમાં કોલ ફોરવર્ડિંગમાં જઈને મેન્યુઅલી ડિલિટ કરી શકો છો....
થઈ શકે છે ફ્રોડ?
સામેથી આવતો બીજો અવાજ સાઈબર માફિયાઓની જાળ
તમારા ફોનનું સેટિંગ બદલવાનું કાવતરું છે
તમને ખબર પણ ન પડે અને સેટિંગ બદલાઈ જાય
જાણ બહાર તમારો કોલ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જાય
આ રીતે તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે
કેવી રીતે બચશો?
મોબાઈલમાં *#62# ફોનમાં ડાયલ કરો
તમારો કોલ ક્યાં નંબર પર ડાયવર્ટ થયો તે ખબર પડશે
##002# ડાયલ કરીને કોલ, મેસેજ ફોરવર્ડિંગ બંધ કરી શકો છો
સેટિંગમાં કોલ ફોરવર્ડિંગમાં જઈને મેન્યુઅલી ડિલિટ કરી શકો છો
આ પણ વાંચોઃ ઉનાળામાં બાળકોને પેપ્સી, આઈસ્ક્રીમ કે બરફના ગોળા ખવડાવતા પહેલા ચેતી જજો
સાઈબર માફિયાઓ તમારા ફોનના સેટિંગમાં ખોટા કોડ સેટ કરી કરી શકે છે...તો તમે તમારો ફોન ક્યારેય કોને ન આપો...ફોન કરવા માટે માગે તો પણ ન આપો...કારણ કે આ રીતે તમારો મોબાઈલ લઈને કોડ નાંખી દે છે...જેનાથી કોલ અને મેસેજ ફોરવર્ડ સર્વિસ એક્ટિવેટ થઈ જાય છે....જેનાથી OTP અન્ય કોઈને મળે છે અને તમને લાખોનો ચુનો લાગી શકે છે....
શું રાખશો સાવચેતી?
તમે તમારો ફોન ક્યારેય કોને ન આપો
ફોન કરવા માટે માગે તો પણ ન આપો
આ રીતે તમારો મોબાઈલ લઈને કોડ નાંખી દે છે
તો જ્યારે તમે વિદેશમાં અથવા તો નેટવર્કની બહાર જાઓ ત્યારે ખાસ સાવચેત રહો...હેકર્સ તમારી માહિતી ટ્રેક કરીને ફ્રોડ કરી શકે છે...તો હવે મોબાઈલનો વપરાશ પહેલા સાવચેત રહેજો...અને એક્સપર્ટની અવાર નવાર સલાહ લેતા રહેજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે