Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા કૂપર કોનોલી અને પછી ટ્રેવિસ હેડની વિકેટ ગુમાવી હતી. આ પછી જવાબદારી માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ પર આવી હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું જેના કારણે સ્ટીવ સ્મિથ રવિન્દ્ર જાડેજા પર ગુસ્સે થયો હતો.
ટ્રેવિસ હેડનો કેચ પકડતી વખતે શુભમન ગિલે એવું તે શું કર્યું કે અમ્પાયરે આપી ચેતવણી
21મી ઓવરના બીજા બોલ પર સ્ટીવ સ્મિથે બોલને સામેની તરફ રમ્યો. તે રન લેવા દોડ્યો હતો પરંતુ માર્નસ લાબુશેન આગળ વધી શક્યો ન હતો. તેની ટક્કર રવિન્દ્ર જાડેજા સાથે થઈ હતી. આ પછી જાડેજાએ લેબુશેનને પકડ્યો અને તેને આગળ જવા દીધો નહીં. સ્ટીવ સ્મિથ સામેથી લાબુશેનને કોલ કરી રહ્યો હતો અને તેને જાડેજાની આ હરકત પસંદ નહોતી આવી. સ્ટીવ સ્મિથે પાછળથી લેબુશેન તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે તે શું કરી રહ્યો હતો. જોકે આ ઘટના બાદ માર્નસ લાબુશેન હસી રહ્યો હતો. તેણે જાડેજાને કશું કહ્યું નહીં.
Jadeja being Jadeja...😅🤣#INDvsAUS #ChampionsTrophy #ChampionsTrophy2025 #RohitSharma𓃵 #ViratKohli𓃵 Travis Head Varun #jayshah pic.twitter.com/kfjlk1esl3
— HARSH VARDHAN (@HARSHUPAL590618) March 4, 2025
વરુણ ચક્રવર્તીના ચક્રવ્યૂહમાં ફસાયો ટ્રેવિસ હેડ
ભારત સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ટ્રેવિસ હેડ હંમેશા મોટો ખતરો સાબિત થાય છે. આજે પણ તે ખતરનાક રીતે બેટિંગ કરી રહ્યો હતો. 33 બોલમાં 39 રન બનાવ્યા બાદ તે વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. ટ્રેવિસ હેડ ચક્રવર્તીના ચક્રવ્યૂહમાં ફસાયો હતો અને શુભમન ગિલે જોરદાર કેચ લઈને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો હતો. આ પહેલા મોહમ્મદ શમીએ મેચના પહેલા જ બોલ પર હેડનો આસાન કેચ છોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે ભારત જીતશે તો પાકિસ્તાનને થશે રૂપિયા 128 કરોડનું નુકશાન
સ્ટીવ સ્મિથની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલ મેચમાં ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્મિથ 73 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તો એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2, જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. જાડેજાએ માર્નસ લાબુશેન અને જોશ ઈંગ્લિશની વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે