Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat ના આ ખાસ ઘઉં 7 દેશોમાં થાય છે Export, એકદમ ખાસ છે તેનો સ્વાદ અને ખેતીની રીત

2020-21 દરમિયાન ભારતે સાત નવા દેશો યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપાઇન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમારમાં નોંધપાત્ર પ્રમાણમાં અનાજની નિકાસ કરી હતી.

Gujarat ના આ ખાસ ઘઉં 7 દેશોમાં થાય છે Export, એકદમ ખાસ છે તેનો સ્વાદ અને ખેતીની રીત

અમદાવાદ: ઘઉં (Wheat) ની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત (GI) દ્વારા પ્રમાણિત ભાલિયા પ્રકારના ઘઉંની નિકાસ ગુજરાતમાંથી કેન્યા અને શ્રીલંકા (Sri Lanka) માં કરવામાં આવે છે. જીઆઈ સર્ટિફાઇડ ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે અને તે સ્વાદમાં મીઠા છે. મોટાભાગે ગુજરાત (Gujarat) ના ભાલ ક્ષેત્રમાં પાક ઉગાડવામાં આવે છે જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે.

fallbacks

ઘઉં (Wheat) ની વિવિધતાની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે વરસાદ વિનાની સ્થિતિમાં સિંચાઈ વિના ઉગાડવામાં આવે છે અને ગુજરાત (Gujarat) માં લગભગ બે લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાં વાવેતર કરવામાં આવે છે. ભાલિયા (Bhalia Wheat) પ્રકારના ઘઉં જુલાઇ, 2011માં જીઆઈ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જીઆઈ પ્રમાણપત્રની નોંધણી કરાયેલ માલિક ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી છે.

Skydiver: વડોદરાની શ્વેતા 15 હજાર ફૂટથી છલાંગ લગાવનાર ગુજરાતની પ્રથમ યુવતિ, હવે આ છે ઇચ્છા

આ પહેલથી ભારતમાંથી ઘઉંની નિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે. 2020-21માં, ભારતમાંથી ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં 444 કરોડ રૂપિયા હતી. યુએસ ડૉલરની દ્રષ્ટિએ, ઘઉંની નિકાસ 2020-21માં 778% વધીને $ 549 મિલિયન થઈ છે.

ભાલિયા ઘઉ પર ઘણા વર્ષોથે કામ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો
લગભગ બે હેક્ટરમાં આ ખાસ પ્રકારના ઘઉની ખેતી થાય છે. જુલાઇ 2011 માં ભાલિયા ઘઉ (Bhalia Wheat) ની ખેતી કરનારાઓને જીઆઇ સર્ટિફિકેટ મળ્યું હતું. આ સર્ટિફિકેશનનું રજિસ્ટર્ડ માલિક ગુજરાતની આણંદ યુનિવર્સિટી (Anand University) છે. અહીં વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ભાલિયા ઘઉંની ખાસ જાત પર કામ કરી રહ્યા છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા (APEDA) ના રિપોર્ટનું માનીએ તો કેન્યા અને શ્રીલંકામાં ભાલિયા ઘઉં મોકલ્યા બાદ તેના નિર્યાતમાં પણ સુધારો થવાનો છે. 

Rain In Gujarat: રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો

ભારતના સાત દેશોમાં થાય છે નિર્યાત
2020-21 દરમિયાન ભારતે સાત નવા દેશો યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપાઇન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમારમાં નોંધપાત્ર પ્રમાણમાં અનાજની નિકાસ કરી હતી.

ગત નાણાકીય વર્ષોમાં, આ દેશોમાં માત્ર થોડી માત્રામાં ઘઉંની નિકાસ કરવામાં આવતી હતી. 2018-19માં આ સાત દેશોમાં ઘઉંની નિકાસ થઈ નહોતી અને 2019-20માં માત્ર 4 મેટ્રિક ટન અનાજની નિકાસ કરવામાં આવી હતી. 2020-21માં આ દેશોમાં ઘઉંની નિકાસનું પ્રમાણ વધીને 1.48 લાખ થયું છે.

First time in the country: ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત બાળકીના પગના હાડકામાંથી જડબું બનાવી સર્જરી કરી

ભાલિયા ઘઉની ખેતીની રીત
ભાલિયા ઘઉં (Bhalia Wheat) નું વાવેતર ઓક્ટોબર મહિના અંતથી માંડીને નવેમ્બર મહિના દરમિયાન થાય છે. લગભગ બે લાખ હેક્ટરમાં થનાર આ ઘઉંનું વાવેતર લગભગ 1.7-1.8 લાખ ટન થાય છે. માર્ચ-એપ્રિલ મહિના બાદ ઘઉંની કાપણી થાય છે. આ ઘઉંની ખેતીમાં સિંચાઇ અથવા વરસાદના પાણીની જરૂર પડતી નથી. જોકે તેની ખેતી સંરક્ષિત માટીના ભેજ પર કરવામાં આવે છે. 

માટીમાં ભેજ માટે ખેડૂત ખેતરના મેડ ઉંચા કરીને વરસાદનું પાણી જમા કરે છે. તેનાથી ખેતરમાં ભેજ જળવાઇ રહે છે. આ ઘઉંમાં ગ્લૂટેનની સારી માત્રા હોય છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની પ્રોડક્ટ બનાવવા થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More