ભરત ચુડાસમા/ભરૂચ : નાણા બાબતે બે ભાઇ ઝગડ્યા, આવેશમાં આવેલા નાના ભાઇએ ચપ્પુના ઘા મારી મોટા ભાઇને પતાવી દીધો. મિસ્ત્રી કામ કરતાં બે ભાઇઓનો સામાન્ય ઝઘડો જીવલેણ નીવડ્યો છે. પોલિસે આરોપી સગા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં શહેર વેજલપુર વિસ્તારમાં આવેલી પોપટી ખાડીમાં મજૂરીના રૂપિયા માટે નાના ભાઈએ મોટા ભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કરીને મોત ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
માનવીય ચહેરો: કલાકો પાણી વગર લાઇનમાં ઉભા રહેતા લોકોને પોલીસ પુરૂ પાડી રહી છે પાણી
બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યાના આરોપીને પકડી પાડયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના મહામારીમાં કારણે લોકો ભયના માહોલમાં છે. ત્યારે ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી ઉ.વ 45 અને તેનો નાનો ભાઈ સતીષ ચુનીલાલ મિસ્ત્રી બંનેય માતા-પિતા સાથે રહી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા! શું આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ?
પરંતુ શુક્રવારે મજૂરી કરીને પરત પોતાના ઘરે આવ્યા હતાં. તે સમય દરમિયાન બંને ભાઈઓ વચ્ચે મજૂરીના રૂપિયા બાબતે તકરાર થતા નાના ભાઈ સતીષે ઉશ્કેરાઈ મોટા ભાઈ નટવરને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેતાં તેને ગંભીર હાલતમાં નટવરને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો. જો કે તેને વધુ સારવાર મળે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી સગા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે