Bharuch Smart Meter: ભરૂચ શહેર અને જિલ્લામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઉભો થયો છે. શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઇ તૈયાર નથી.
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય! આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાવાઝોડા જેવો..
ગઈકાલે ભરૂચની એક સોસાયટીમા સ્માર્ટ મીટર લગાવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવીનગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા, જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો 12,000 રૂપિયા કમાય છે, તેમને જીઈબી તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતાં પરિવારના હોશ ઉડી ગયા હતા.
સરદાર પટેલના અપમાન અંગે રાજ ઠાકરે પર બગડ્યા અલ્પેશ કથીરિયા? મનસે નેતાને આપી વોર્નિગ
આ મામલે બુધાભાઈએ તરત જ જીઈબી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. તપાસ બાદ અધિકારીઓએ આને ટેક્નિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારી 1,400 રૂપિયા કરાવ્યું.બુધાભાઈએ જણાવ્યું કે, “બિલ તો સુધારી દીધું, પણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળતાં તે તાત્કાલિક હ્રદયઘાત આવી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે. આવી ભૂલ જ કેમ થાય છે?”ભરૂચ સ્માર્ટ મીટર વિવાદમાં આવું કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવું બની રહ્યું છે.
અચાનક અંબાજીમાં શું થયું? તાબડતોડ રોપ-વે બંધ રાખવાની જાહેરાત, ફરી ક્યારે થશે શરૂ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે