Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના અલથાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. શેરબજારના શિક્ષક અને મૂળ મહારાષ્ટ્રના ધુલિયા નિવાસી 28 વર્ષીય રાહુલ ઠાકુરનું સગાઈના માત્ર એક દિવસ પહેલા જ એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યા હોવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે તેમના મોતનું કારણ બની.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ઠાકુર સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અલથાણ ખાતે આવેલા તેમના કોચિંગ ક્લાસથી નજીકમાં આવેલી ચાની દુકાને ચા પીવા જઈ રહ્યા હતા. સામાન્ય રીતે રાહુલ હંમેશા હેલ્મેટ પહેરતા હતા, પરંતુ આ નજીકના અંતર માટે તેમણે હેલ્મેટ પહેરવાનું ટાળ્યું હતું. આ દરમિયાન, બેફામ રીતે આવી રહેલા એક ઓટોરિક્ષા ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
અંબાલાલ પટેલે જણાવ્યું ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદનું મોટું કારણ
અકસ્માત બાદ રાહુલ ઠાકુરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. રાહુલ ઠાકુરના અકાળ અવસાનથી તેમના પરિવાર, મિત્રો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનોએ રીક્ષા ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ મામલે અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર હેલ્મેટના મહત્વ અને બેદરકારીથી થતા ગંભીર પરિણામોની યાદ અપાવે છે.
43 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 4 દિવસમાં ફરીથી કુંવારા, પાટીદાર યુવકને સાનિયા છેતરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે