Home> Gujarat
Advertisement
Prev
Next

તૂટી ગયેલા ભાવનગરના પુલના નિર્માણમાં તંત્રની આળસ ભારે પડી શકે છે, હવે તો આળખ ખંખેરો...

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીકની બગડ નદી પરનો પુલ ગત તા. 14 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડ્યાના આજે 6 માસ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલના નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં નથી આવ્યું. જ્યારે ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે નદીના પટમાંથી કાઢવામાં આવેલા ડાઈવર્ઝનને હવે ઉચું બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ પરથી બોધપાઠ લેવાને બદલે તંત્રએ જે આળસ કરી છે, એ કદાચ ચોમાસામાં ભારે પડી શકે એમ છે. આ નદીમાં ચોમાસામાં આવતા ભારે પૂરમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ લોકો પૂછી રહ્યા છે.

તૂટી ગયેલા ભાવનગરના પુલના નિર્માણમાં તંત્રની આળસ ભારે પડી શકે છે, હવે તો આળખ ખંખેરો...

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીકની બગડ નદી પરનો પુલ ગત તા. 14 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડ્યાના આજે 6 માસ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલના નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં નથી આવ્યું. જ્યારે ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે નદીના પટમાંથી કાઢવામાં આવેલા ડાઈવર્ઝનને હવે ઉચું બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ પરથી બોધપાઠ લેવાને બદલે તંત્રએ જે આળસ કરી છે, એ કદાચ ચોમાસામાં ભારે પડી શકે એમ છે. આ નદીમાં ચોમાસામાં આવતા ભારે પૂરમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ લોકો પૂછી રહ્યા છે.

fallbacks

તળાજા તાલુકાના દાઠા અને ઊંચા કોટડાને જોડતા માર્ગ પરનો બગડ નદી પરનો પુલ ગત 14 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો અને પુલના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા. આ માર્ગ પર આજુબાજુના 35 થી વધુ ગામોના લોકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે વર્ષ 1971 માં નિર્માણ પામેલો આ પુલ નબળો પડતા ભારે અવરજવરને કારણે વચ્ચેનો કોલમ પાણીમાં બેસી જતા પુલના વચ્ચેથી બે ભાગ થઈ જતાં તૂટી પડ્યો હતો, જેના કારણે આ પુલ પરનો વાહન વ્યવહાર અટકી પડ્યો છે અને તંત્ર દ્વારા હાલવૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નદીના પટમાંથી ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો છે. 

આ બનાવને આજે 6 માસ કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં નવનિર્માણની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં નથી આવી, ઉપરાંત અહીંથી હજારો લોકો માં ચામુંડાના દેવસ્થાન ઊંચા કોટડા દર્શને જતા હોય છે. તેમજ આ બાજુના 35 જેટલા ગામના લોકો પૂલ પરથી પસાર થઈ કલસાર હોસ્પિટલ સારવાર માટે જતાં હોય છે, બંને તરફ આવનજાવન માટેનો આ મુખ્ય માર્ગ હોય ત્યારે આટલા સમયમાં આ પુલનું કાર્ય હજુ શરૂ નથી કરાયું, હવે જ્યારે ચોમાસુ માથે બેસી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા 22 મે, 2022 ના રોજ પુલના કામ માટે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, જેમાં રૂપિયા 5.75 કરોડના ખર્ચે આ પુલનું નવનિર્માણ કરવામાં આવનાર છે, પરંતુ હવે તેનું નિર્માણ કાર્ય ક્યારે શરુ થશે તે જોવું રહ્યું.

હાલ તો ચોમાસાને લઈને ભારે પૂરથી બચાવ માટે તંત્ર દ્વારા નદીના પટમાં નીચા બનાવવામાં આવેલા ડાયવર્ઝનને ઊંચું લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડાયવર્ઝન ભલે બની રહ્યું હોય, પરંતુ તેમાં બે પ્રશ્નો તંત્ર સામે ઉદભવી રહ્યા છે. એક તો તંત્રમાં કામ કરવાની ઈચ્છા શક્તિ હોત તો ચોમાસા પૂર્વ પુલના નિર્માણનું કાર્ય પૂરું કરી શક્યા હોત, જ્યારે પ્રથમ નીચું અને હવે ચોમાસાના કારણે ઊંચું ડાયવર્ઝન બનાવવા પાછળ તંત્ર માત્ર લોકોના રૂપિયાનો વેડફાટ કરી રહ્યું છે. ઊંચું ડાયવર્ઝન બન્યા પછી પણ પૂરના પ્રવાહમાં આ ડાયવર્ઝન ધોવાય ગયું અને આ સમયે કોઈ દુર્ઘટના બને તો એનું જવાબદાર કોણ. ત્યારે સાચા અર્થમાં તંત્રએ પોતાની આળસ ખંખેરી વહેલી તકે આ પુલનું નિર્માણ કાર્ય કરવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરવી જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More