Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર બાદ હવે પોરબંદરમાં ફફડાટ, પશુઓમાં ઘૂસી ગયો જીવલેણ લમ્પી વાયરસ

ગુજરાતના જામનગર જિલ્લા બાદ બીજા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જામનગર બાદ હવે પોરબંદર જિલ્લામાં પણ લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 12 જેટલી ગાયોમાં જોવા મળ્યા લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 12 જેટલી શંકાસ્પદ ગાયોમાથી બે ગાયોના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર આઇસોલેટ કરવામાં આવી છે. 

જામનગર બાદ હવે પોરબંદરમાં ફફડાટ, પશુઓમાં ઘૂસી ગયો જીવલેણ લમ્પી વાયરસ

અજય શીલુ/પોરબંદર :ગુજરાતના જામનગર જિલ્લા બાદ બીજા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જામનગર બાદ હવે પોરબંદર જિલ્લામાં પણ લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 12 જેટલી ગાયોમાં જોવા મળ્યા લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 12 જેટલી શંકાસ્પદ ગાયોમાથી બે ગાયોના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર આઇસોલેટ કરવામાં આવી છે. 

fallbacks

ગત મહિનાથી ગુજરાતમાં ફરીથી લમ્પી વાયરસે માથુ ઉચક્યુ છે, જે પશુઓમાં થતો રોગ છે. જામનગરમા લમ્પી વાયરસથી એક જ સપ્તાહમાં 95 થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. તાત્કાલિક અસરથી તમામ પશુઓમાં રસીકરણ કરાયુ હતું. ત્યારે હવે પોરબંદરમાં પણ લમ્પી વાયરસે દેખા દીધુ છે. પોરબંદરના તંત્ર દ્વારા જૂનાગઢથી નિષ્ણાતોની ટીમ બોલાવી લેબ રીપોર્ટ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. જૂનાગઢથી નિષ્ણાતોની ટીમની મુલાકાત બાદ લમ્પી વાયરસના કેસ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે. 

આ પણ વાંચો : નોકરી છોડીને બે ભાઈઓનું સ્ટાર્ટઅપ : દારૂબંધીવાળા રાજ્યમાં પીવડાવે છે વ્હીસ્કી અને બિયરની ચા

પોરબંદરમાં મૃત પશુઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ પશુઓને આઈસોલેશનમાં મૂકાવાની કામગીરી પણ પૂરજોશમાં કરાઈ રહી છે. પશુ માલિકોને સૂચના આપી દેવાઈ છે કે, પોતાના પશુઓને રેઢા ન મુક્વા. આ લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ સતર્ક થઇ ગયુ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના હોય કે બર્ડ ફ્લુ દરેક રોગ પહેલા પશુમાં અને ત્યાંથી માનવામાં આવ્યા હતા. આ પ્રકારે આ રોગ પણ રખડતા ઢોરને થયો છે. તેથી માણસ તેના સંપર્કમાં આવે કે અન્ય કોઇ પ્રકારે માનવમાં પ્રવેશી શકે કે નહી તે અંગેના કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જો માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર હજી સુધી નથી. માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર કરવી કઇ રીતે કરવી તે પણ એક સંશોધનનો વિષય છે. 

આ પણ વાંચો :

એક ફૂલ દો માલી જેવો ઘાટ ; વલસાડમાં પ્રેમનું ધતિંગ કરતા કરતા ધીંગાણું થઈ ગયું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More