Home> Gujarat
Advertisement
Prev
Next

ચોમાસામાં તળ ઉંચુ આવતા ભાવનગરમાં શિયાળામાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે

જીલ્લામા રવિપાકનું રેકોર્ડબ્રેક વાવેતર કરવામાં આવ્યું છે, ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં 25 હજાર હેક્ટર કરતા વધુનો વિક્રમી વધારો થયો છે. ગત સપ્તાહ દરમિયાન 78,200 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે એક સપ્તાહ બાદ વધીને 105000 હેક્ટર થઈ ગયું છે, 23 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર, 21 હજાર હેકટર ચણાનું વાવેતર, 22 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ઘાસચારાનું પણ 33 હજાર હેકટરમાં વાવેતર થયું છે, જ્યારે હજુ પણ વાવેતર વધવાની પૂરી સંભાવના ખેતીવાડી અધિકારીએ વ્યક્ત કરી છે.

ચોમાસામાં તળ ઉંચુ આવતા ભાવનગરમાં શિયાળામાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે

નવનીત દલવાડી/ભાવનગર : જીલ્લામા રવિપાકનું રેકોર્ડબ્રેક વાવેતર કરવામાં આવ્યું છે, ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં 25 હજાર હેક્ટર કરતા વધુનો વિક્રમી વધારો થયો છે. ગત સપ્તાહ દરમિયાન 78,200 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે એક સપ્તાહ બાદ વધીને 105000 હેક્ટર થઈ ગયું છે, 23 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર, 21 હજાર હેકટર ચણાનું વાવેતર, 22 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ઘાસચારાનું પણ 33 હજાર હેકટરમાં વાવેતર થયું છે, જ્યારે હજુ પણ વાવેતર વધવાની પૂરી સંભાવના ખેતીવાડી અધિકારીએ વ્યક્ત કરી છે.

fallbacks

વડોદરા: બુટલેગરનાં ઓર્ડર અનુસાર ગાડી ચોરી કરી આપતો અનોખો બુટલેગર ઝડપાયો

ચોમાસા દરમિયાન ખૂબ જ સારો વરસાદ પડવાના કારણે ભાવનગર જિલ્લામાં પાણીની સ્થિતિ ખૂબ જ સારી છે. તળાવો અને સરોવરો છલોછલ ભરાઇ જતાં પરિણામે કુવાના તળ ઊંચા આવી જવાના કારણે આ વર્ષ પાણીની સમસ્યા નથી રહી. જેથી ખેડૂતોની રવિ પાકની સીઝન ખૂબ જ સારી જવાની પૂરી સંભાવના છે, આ વર્ષ નું વાવેતર 20 વર્ષ ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે, ગત ચોમાસામાં પડેલો ભારે વરસાદ ખેડૂતોને ખુબજ ફળદાયી નીવડ્યો છે. જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં વિક્રમ વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા સપ્તાહ પહેલા રવિ પાકોમાં કુલ 78,200 હેક્ટરમાં વાવેતર નોંધવામાં આવ્યું હતું. 

GUJARAT CORONA UPDATE: નવા 810 કોરોના દર્દી, 1016 સાજા થયા, 06 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

જે એક સપ્તાહ બાદ વધીને 105000 હેક્ટરને આંબી ગયું છે, 23 હજાર હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા બમણું થયું છે, 21 હજાર હેકટર ચણા નું વાવેતર કરવામાં આવ્યું છે. જે ચાર ગણું વધારે થયું છે, જ્યારે ડુંગળીનું 23 હજાર હેકટરથી વધુ વાવેતર થયું છે. જે પણ 25 હજાર હેકટર જેટલું વધવાની પુરી સંભાવના છે, જ્યારે જિલ્લામાં સૌથી વધુ ઘાસચારાનું 33 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે જે અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર છે.

સરકારે આપી અનોખી યોજનાને મંજૂરી, આદિવાસીઓ પર પૈસા-પાણીનો થશે વરસાદ

ચોમાસુ સારું જવાના કારણે પાણીના તળ ઊંચા આવી જતા પિયતની સમસ્યા નથી રહી. જેથી રવિપાકના વાવેતરમાં બમ્પર વધારો થયો છે, જેમાં ખાસ ઘઉં, ચણા, ડુંગળી અને ઘાસચારાના પાકોમાં બમ્પર વાવેતર નોંધાયું છે, હાલમાં પણ હજુ અનેક જગ્યાઓ પર વાવેતર ચાલુ છે ત્યારે નોંધપાત્ર વધારો થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More