Home> Sports
Advertisement
Prev
Next

ICC Male Cricketer of the Decade: વોર્નરે આ અંદાજમાં આપી કેપ્ટન કોહલીને શુભેચ્છા, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ!

વોર્નરે કોહલીના ચહેરા પર પોતાનો ચહેરો લગાવ્યો છે. આ વીડિયોને શેર કરતા વોર્નરે એક કમાલનું કેપ્શન પણ લખ્યુ છે. વોર્નરે લખ્યુ, 'કોઈ ઓળખી નહીં શકે આ પ્લેયર ઓફ ધ ડેકેડને.
 

ICC Male Cricketer of the Decade: વોર્નરે આ અંદાજમાં આપી કેપ્ટન કોહલીને શુભેચ્છા, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ!

નવી દિલ્હીઃ એક દિવસ પહેલા આઈસીસીએ દાયકાની બેસ્ટ વનડે, ટેસ્ટ અને ટી20 ટીમની જાહેરાત કરી હતી. ત્રણેય ફોર્મેટની ટીમમાં ભારતીય ખેલાડીઓનો જલવો જોવા મળ્યો. પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જ એકમાત્ર એવો ખેલાડી છે, જેનું નામ ત્રણેય ફોર્મેટમાં છે. એટલે કે તે વિશ્વ ક્રિકેટનો એવો ક્રિકેટર છે જે દરેક ફોર્મેટમાં હિટ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે તેને અલગ અંદાજમાં શુભેચ્છા આપી છે. 

fallbacks

વોર્નરને આપી ખાસ શુભેચ્છા
ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વોર્નર કેપ્ટન કોહલીના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli)ને આઈસીસી (ICC)ને દાયકાનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર માટે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કર્યો છે. 

વીડિયોમાં લગાવ્યો પોતાનો ચહેરો
વોર્નરે કોહલીના ચહેરા પર પોતાનો ચહેરો લગાવ્યો છે. આ વીડિયોને શેર કરતા વોર્નરે એક કમાલનું કેપ્શન પણ લખ્યુ છે. વોર્નરે લખ્યુ, 'કોઈ ઓળખી નહીં શકે આ પ્લેયર ઓફ ધ ડેકેડને. વિરાટ કોહલીને શુભેચ્છા.' ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી વોર્નરને પણ આઈસીસીની દાયકાની વનડે અને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More