અમદાવાદઃ પહેલગામ આતંકી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત બાદ સમગ્ર ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભારતીય નાગરિકો પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યાં હતા. આ વચ્ચે ભારતીય સેનાએ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતે પાકિસ્તાનના અનેક ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતના હુમલામાં 75 આતંકીઓના મોત થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ભારતનું ઓપરેશન સિંદૂર
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જેમાં 75 આતંકીઓના મોત થયા છે.
હુમલા પછી તરત જ, NSA અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ANI ને જણાવ્યું, "અમે અહેવાલોથી વાકેફ છીએ." આ હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે.
મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતના હુમલા બાદ પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે આતંક વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર. ભારત માતાની જય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે