ઈસ્લામાબાદઃ પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપ્યો છે. મામલા પર પાડોશી દેશના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે બુધવારે રાત્રે 3 કલાક 3 મિનિટ પર કહ્યુ કે ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તાર પર હુમલો કર્યો છે. ભારતે જે યુદ્ધ થોપવાનો પ્રયાસ કર્યો છે, પાકિસ્તાનને પૂર્ણ હક છે કે તે તેનો જોરદાર જવાબ આપે અને અમે જવાબ પણ આપી રહ્યાં છીએ. દેશ સેના સાથે છે. અમારી સેના અને જનતાનો ઈરાદો મજબૂત છે. પાકિસ્તાનની સેના અને જનતાને સારી રીતે ખબર છે કે દુશ્મનનો સામનો કઈ રીતે કરવાનો છે. અમે દુશ્મનના ખરાબ ઈરાદાને સફળ થવા દઈશું નહીં.
#OperationSindoor | Pakistan Prime Minister Shehbaz Sharif tweets "The cunning enemy has carried out cowardly attacks on five locations in Pakistan. Pakistan has every right to respond forcefully to this act of war imposed by India, and a forceful response is being given. The… pic.twitter.com/SAfeNvusbN
— ANI (@ANI) May 6, 2025
સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
આ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહીમાં કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમારી ક્રિયાઓ કેન્દ્રિત, અહિંસક પ્રકૃતિની રહી છે. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવી નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમના અમલીકરણની રીતમાં નોંધપાત્ર સંયમ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર હેઠળ, પાકિસ્તાનમાં મુદ્રિકે, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિત 9 સ્થળોએ મિસાઇલો છોડવામાં આવી છે. અહીંના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.
રક્ષામંત્રીએ આપી માહિતી
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા એક્સ પર આ હુમલાની માહિતી આપી છે. રાજનાથ સિંહે વધુ ન લખ્યું પરંતુ ભારતની જય લખ્યુ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પણ ભારત માતાની જય લખ્યું છે. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જય હિંદ. જય હિંદની સેના લખ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે