અલ્કેશ રાવ/બનાસકાંઠા :હાલ સમગ્ર દેશમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બધાની નજર કયો પક્ષ જીતશે તેના પર હોય છે. મતદાનનું પરિણામ આવે તે પહેલા અનેક લોકો કયો પક્ષ જીતશે તેની આગાહી કરતા હોય છે. તો કેટલાક પ્રાણીઓ પણ આગાહી કરતા જોવા મળે છે. ત્યારે પાવનપુરના એક ભુવાજીએ ગુજરાતમાં કયો પક્ષ જીતશે તેની આગાહી કરી છે.
પાલનપુરના ચિત્રાસણી ગામમાં ભુવાજીએ બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં ભાજપની જીતની આગાહી છે. માતાજીની રમેણમાં ધુણતાં-ધુણતાં ભુવાજીને અચાનક રાજકારણનો રંગ લાગ્યો હતો. હાર-જીતની આગાહી કરતો ભુવાજીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે