સુરત : બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવી સજાનું એલાન કરતાં આજીવન કેદની સજાનો હૂકમ કર્યો છે. સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઈ સહિત પાંચને સજા સંભળાવી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે.
સરકારી વકીલે દલીલમાં શું કહ્યું...
તો બીજી તરફ સરકારી વકીલે દલીલમાં કહ્યું કે, નારાયણ સાઈ ધર્મગુરુ છે, ગુરુનુ સ્થાન પિતા અને ભગવાન કરતા પણ વધુ છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ હતા. ત્યારે તેઓ આવુ કૃત્ય કરે તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી વકીલે આજીવન કારાવાસની માંગણી કરી છે. સાથે જ પીડિતાને 25 લાખના વળતરની માંગણી કરી છે. સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, 30 વર્ષની ઉંમરીથ સાંઈ પ્રવચનો આપતા હતાં, જેમને આરોપી પક્ષના કહેવા પ્રમાણે ઇમેચ્યોર હતાં. 307(2) ની કલમ ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો સામે લગાવાય છે. આવા લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને તેથી જ તમને કડક સજા થવી જોઈએ. દેશમાં 2010માં 22172, 2011માં 24206, 2012માં 24923, 2013માં 33707 અને 2015માં 34651 બળાત્કારના ગુનાઓ બન્યા છે. ફરિયાદીએ ટ્રાયલ દરમિયાન પણ ઘણું સહન કર્યું છે. ભારત આસ્થાઓનો દેશ છે, જેમાં દરેકે ધર્મ, જાતિના લોકો જોડાયેલા છે. આસારામ અને નારાયણના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. ગુરુનું સ્થાન ભગવાન અને પિતા કરતા ઊંચું સ્થાન ધરાવે છે, અને જો તે જ વ્યક્તિ આવું કરે તો તેને ક્યારેય છોડી શકાય નથી.
આ પણ વાંચો : કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઈ તથા અન્ય આરોપીઓને સેશન્સ કોર્ટમાં લઈ જવાયા હતા. જેના બાદ સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો શરૂ થઈ હતી. નારાયણ સાંઈના વકીલને તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સાંઈએ પાંચથી વધુ વર્ષ જેલમાં વિતાવ્યા છે, તેથી તેને ઓછી સજા થવી જોઈએ. તો આ વચ્ચે જ નારાયણ સાંઈને લખવા માટે કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. નારાયણ સાંઈએ વકીલ મારફતે જજને લખ્યો પત્ર છે. પોતાને દોષિત જાહેર કર્યા તે બાબતનો ઉલ્લેખ તેણે પત્રમાં કર્યો છે. તેણે પત્રમા લખ્યું કે, દોષિત જાહેર કાર્ય બાબતે પુનઃ વિચાર કરવામાં આવે. અમને સાંભળીને સત્ય બહાર લાવવામાં આવે. યોગ્ય ચકાસણી કાર્ય બાદ ન્યાય કરવામાં આવે. આમ, કોર્ટે નારાયણને દોષિત જાહેર કર્યા બાદ જજને લેખિતમાં અપીલ કરાઈ છે.
Video : ધૂણતા ધૂણતા ભૂવાએ કરી ભવિષ્યવાણી, ભાજપ જીતશે કે કોંગ્રેસ?
આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વર્ષ 2013માં નારાયણ સાંઈ પર ગુનો દાખલ કરાયો હતો અને 58 દિવસ બાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. નારાયણ સાંઈએ કેસને નબળો પાડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.
ગુજરાતમાં 78 વર્ષ અને 47 વર્ષના બાપ બેટા એટલે કે આસારામ અને નારાયણ સાંઈ. આ બાપ-બેટાને નરાધમ બાપ બેટા કહીએ તો પણ કાંઈ જ નવાઈ નથી. કારણે બંન્નેની કરતૂતો પણ કઈંક એવી જ છે. જેના બાદ ખરેખર લોકોને સાધુ સંતો પરથી વિશ્વાસ ઉઠી જાય. જોકે કોર્ટે નારાયણ સાંઈને બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરી દીધો છે. ત્યારે હવે તેને કેવી સજા થાય છે તે જોઈએ.
Video : પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પકડાયો, પછી સાસરિયાઓએ કર્યા બુરા હાલ
નારાયણ સાંઈની કરમ કુંડળી
અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જનારા ખાસ વાંચી લે આ સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે