Gujarat Tourism કૌશલ જોશી/ગીર-સોમનાથ : દીવ પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, દીવના ઐતિહાસિક કિલ્લામાં પ્રવેશ માટે ફી લાદવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત વિના મૂલ્યે લઈ શકતા હતા, પરંતુ હવેથી તેમણે નિયત કરેલો ચાર્જ ચૂકવવો પડશે. આ નવો નિયમ આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલના પહેલા સોમવારથી અમલમાં આવશે.
દીવ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કિલ્લામાં પ્રવેશ માટે નીચે મુજબ ફી નક્કી કરવામાં આવી છે:
દીવનો કિલ્લો પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
દીવનો કિલ્લો એક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે જે અંદાજિત 400 વર્ષ પહેલાં પોર્ટુગીઝ શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને તે ભારત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ આવે છે. આ કિલ્લો પોતાની ભવ્યતા અને દરિયા કિનારાના સુંદર દ્રશ્યોના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
દુપટ્ટાથી હાથ બાંધી પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત, યુવતીના હાથ પર નામ લખેલું મળ્યું
ફી લાગુ કરવાનું આ છે મુખ્ય કારણ
કિલ્લા પર પ્રવેશ ફી લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ કિલ્લાની જાળવણી અને વિકાસ જણાવવામાં આવી રહ્યું છે. 400 વર્ષ જૂનો આ કિલ્લો એક ઐતિહાસિક ધરોહર છે અને તેની યોગ્ય દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. પ્રવેશ ફી દ્વારા એકત્રિત થતી રકમનો ઉપયોગ કિલ્લાની સાફસફાઈ, સમારકામ અને અન્ય સુવિધાઓ માટે કરવામાં આવશે. જેથી તેની ભવ્યતા જળવાઈ રહે અને પ્રવાસીઓને સારો અનુભવ મળી શકે.
ફી લાગુ કરવાથી શું થશે
જો કે કેટલાક પ્રવાસીઓનું માનવું છે કે આ ફી લાગુ કરવાથી પ્રવાસન પર થોડી અસર પડી શકે છે, તેમ છતાં મોટાભાગના લોકો કિલ્લાની જાળવણી માટે આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે. દીવનો કિલ્લો આજે પણ તેની ઐતિહાસિક મહત્વતા અને કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય સ્થળ છે અને રહેશે.
ફેમસ મોડલ રિદ્ધી સુથારનો આપઘાત મોટું રહસ્ય બન્યું, પોલીસને કોઈ પુરાવો ન મળ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે