અમદાવાદ : અમેરિકાની એબોટ કંપનીએ કોરોના ટેસ્ટિંગ (Covid 19 testing) માટે નવી ટેકનોલોજી વિકસાવી છે. એબોટ કંપનીએ બિનાક્સનોવ ™ (BinaxNOW™ ) નામે ટેસ્ટિંગ કીટ વિકસાવી છે. અમેરિકાની આ કોરોના ટેસ્ટિંગ (Covid 19 testing) કીટ ટેકનોલોજીને FDA દ્વારા પરવાનગી આપવામાં આવી છે. કોરોના સંક્રમીતોને શોધવા માટે આ ટેકનોલોજી મહત્વની સાબિત થશે. આ ટેક્નોલોજીની મદદથી કોરોના ટેસ્ટ માત્ર 5 ડોલરમાં કરી શકાશે એટલે કે 300 રૂપિયાની નજીવી કિંમતમાં કોરોના ટેસ્ટ અને તેનું પરિણામ મેળવી શકાશે. બિનાક્સનોવ ટેકનોલોજી કોરોના ટેસ્ટના પરિણામ માટે ઝડપી, વિશ્વસનીય, ખૂબ પોર્ટેબલ અને સસ્તી સાબિત થાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર બાદ હવે પ્રદેશ પ્રમુખ ઉત્તરગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન
આ ટેક્નોલોજીના ક્લિનિકલ ટ્રાયલમાં 97.1% ની સંવેદનશીલતા અને 98.5% ની સચોટતા સામે આવી છે. લેટરલ ફ્લો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષણ કોઈ સાધન વગર ફક્ત 15 મિનિટમાં પરિણામ આપશે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે કેમ ? એબોટ કંપની કોઈ ચાર્જ વિના ફોન એપ્લિકેશન વાપરવાની તક પણ આપશે, જેમાં વ્યક્તિ પોતાના કોરોના રિપોર્ટનું પરિણામ કોઈ પણ સ્થળે જાણી શકશે. કોઇ પણ વ્યક્તિ ખુબ જ સરળતાથી પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તેનું સચોટ પરિણામ મેળવી શકશે તેવો દાવો આ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી યોજનાનો પ્રચાર પ્રસાર દરેક મંત્રી અને બોર્ડ નિગમનાં ચેરમેન કરશે
સ્કૂલ, એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મંદિરો અને કોર્પોરેટ ઓફિસમાં આ ટેકનોલોજીથી કોરોના ટેસ્ટિંગ (Covid 19 testing)માં ખુબ જ ઉપયોગી અને મહત્વની સાબિત થશે આ ટેક્નોલોજી તેવું માનવામાં આવી રહ્યું છે. એબોટ કંપની બિનાક્સનોવ ™ (BinaxNOW™ ) કીટ સપ્ટેમ્બર સુધીમાં માર્કેટમાં 1 કરોડ કીટ લોન્ચ કરશે, ત્યારબાદ ઓક્ટોબરમાં 5 કરોડ કીટ લોન્ચ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વિશ્વમાં યુદ્ધનાં ધોરણે કોરોના વેક્સીન પર કામગીરી ચાલી જ રહી છે. સાથે સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ કરી શકાય તેના પર પણ ખુબ જ જોર આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે