Home> India
Advertisement
Prev
Next

JEE, NEET Exam : શિક્ષા મંત્રી બોલ્યા- વિદ્યાર્થીઓ ઈચ્છે છે પરીક્ષા, કારણ વગર થઈ રહી છે રાજનીતિ


નિશંકે તે પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું કે, આપણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષને ખરાબ ન કરી શકીએ. તેમણે રાજકીય પક્ષોને આ મુદ્દા પર કારણ વગર વિરોધ અને રાજનીતિ ન કરવાનો આગ્રહ કર્યો છે. 

JEE, NEET Exam : શિક્ષા મંત્રી બોલ્યા- વિદ્યાર્થીઓ ઈચ્છે છે પરીક્ષા, કારણ વગર થઈ રહી છે રાજનીતિ

નવી દિલ્હીઃ જેઈઈ અને નીટની પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષા મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે મહત્વનું નિદેવન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને કરિયર મહત્વનું છે. આ પરીક્ષાઓને પહેલા બે વખત સ્થગિત કરવામાં આવી છે. મોટાભાગના વિદ્યાર્થઈઓ અને તેના માતા-પિતા ઈચ્છે છે કે પરીક્ષાનું સમયસર આયોજન થાય. નિશંકે તે પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું કે, આપણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષને ખરાબ ન કરી શકીએ. તેમણે રાજકીય પક્ષોને આ મુદ્દા પર કારણ વગર વિરોધ અને રાજનીતિ ન કરવાનો આગ્રહ કર્યો છે. 

fallbacks

કેન્દ્રીય મંત્રી નિશંકે જણાવ્યું કે, 80 ટકા વિદ્યાર્થીઓએ JEE-NEET પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. JEE માટે 8.85 લાખમાંથી 7.50 લાખની આસપાસ એડમિટ કાર્ડ ડાઉનલોડ થયા છે. આ રીતે નીટ માટે 15.97 લાખમાંથી 10 લાખ કરતા વિદ્યાર્થીઓએ પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. તેમણે કહ્યું કે, મોટાભાગના મામલામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે કેન્દ્રનોને ઘણીવાર બદલવામાં આવ્યા છે. 99% વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું કેન્દ્ર મળ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ પરીક્ષાઓ માટે દિશાનિર્દેશ અને SOP તૈયાર કરી છે. આ સાથે સારા તાલમેલ માટે એનટીએ અને રાજ્યો વચ્ચે સતત બેઠક થઈ રહી છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More