Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતી સિંગરના મોત મામલે મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે

ગુજરાતી સિંગરના મોત મામલે મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. ત્યારે આ અંગે પારડી પોલીસ દ્વારા તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. પાર નદીના કિનારે મળેલી સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

fallbacks

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:- ઓનલાઈન શોપિંગ કરતા આ વેબસાઈટથી રહેજો દૂર, નહીં તો પૈસા પણ જશે અને વસ્તુ પણ નહીં મળે

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. મહિલા સિંગરના મોત મામલે ડેથ રિપોર્ટમાં ગળે ટૂંપો દઈ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, પારડી પોલીસ અને સિટી પોલીસ સહિત અન્ય એક ટેક્નિકલ ટિમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. મૃતક મહિલા વૈશાલી બલસારા તેણીની મિત્ર બબીતા પાસે પૈસા લેવા ગઈ હતી. ત્યારબાદ વૈશાલીનો નંબર બંધ આવતો હતો.

આ પણ વાંચો:- OLX પર કંઈપણ વેચતા પહેલા આ વ્યક્તિ વિશે ખાસ જાણી લેજો, નહીં તો...

વૈશાલીની બીજા દિવસે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા અજણાયા ઈસમોએ કરી હોવાને લઇ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બબીતાને આપેલ પૈસા પરત લીધા બાદ સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે. વૈશાલીના મોતને લઈ પોલીસે અલગ-અલગ ટેક્નિકલ તેમજ સીસીટીવી તેમજ મોબાઈલ ટેક્નિક તેમજ બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More