Home> Gujarat
Advertisement
Prev
Next

રાજસ્થાન પોલીસના ડ્રેસમાં બુટલેગર અમદાવાદ આવ્યો, દારૂ વેચે તે પહેલા જ ઝડપાઈ ગયો

તસવીરમાં દેખાતો આ આરોપી હાલ બે અલગ-અલગ ગુનામાં ચાંદખેડા પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી મંગલસિંહ ભવરસિંહ રાવત ચાંદખેડાની હોટલ અંજલિ પેલેસમાં રોકાવા આવવાનો હતો. તેની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી

રાજસ્થાન પોલીસના ડ્રેસમાં બુટલેગર અમદાવાદ આવ્યો, દારૂ વેચે તે પહેલા જ ઝડપાઈ ગયો

ઉદય રંજન, અમદાવાદ: દારૂબંધી માટે પોલીસની ધોસ વધતા જ બૂટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. બુટલેગરના સામાન્ય પેંતરા તો અત્યાર સુધી જોવા મળ્યા હશે પણ હવે તો એવી એમ.ઓ સામે આવી જે જાણી પોલીસ પણ ચોંકી ગઈ. એક બુટલેગર પોલીસથી બચવા જ દારૂનો જથ્થો નકલી પોલીસ બનીને લઈ અમદાવાદમાં આવી ગયો. હોટલમાં પોલીસના નામે રોકાવવા જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો છે. કોણ છે એ માસ્ટર માઈન્ડ બુટલેગર...

fallbacks

તસવીરમાં દેખાતો આ આરોપી હાલ બે અલગ-અલગ ગુનામાં ચાંદખેડા પોલીસના હાથે ઝડપાયો છે. આરોપી મંગલસિંહ ભવરસિંહ રાવત ચાંદખેડાની હોટલ અંજલિ પેલેસમાં રોકાવા આવવાનો હતો. તેની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી. આરોપી ત્યાં આવતા જ તેને કોર્ડન કર્યો. તેની પાસે રહેલા થેલા ચેક કરતા તેમાંથી 28 બોટલ ઈંગ્લીશ દારૂ અને રાજસ્થાન પોલીસની વર્દી અને મોનોગ્રામ મળી આવ્યા હતા. આરોપીને ચાંદખેડા પોલીસે પૂછપરછ કરી તોય હકીકત ન જણાવી પોતે પોલીસ હોવાનું રટણ કરતો હતો. બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દારૂનો વેપલો કરવા નકલી પોલીસ બન્યો હોવાની હકીકત કબૂલી હતી.

આ પણ વાંચો:- OLX પર કંઈપણ વેચતા પહેલા આ વ્યક્તિ વિશે ખાસ જાણી લેજો, નહીં તો...

આરોપી અવાર નવાર આ રીતે રાજસ્થાનથી દારૂનો 30-40 બોટલ જથ્થો લઈ આવતો અને છૂટક વેચાણ કરતો. આ જ મહિનામાં તે બે વાર આ હોટલમાં આવી ચુક્યો છે. આરોપી પોલીસની ઓળખ આપી હોટલમાં રહેતો હતો. રાજસ્થાન પોલીસના ડ્રેસ બાબતે પૂછતાં સામે આવ્યું કે તેની પત્ની રાજસ્થાન પોલીસમાં ફરજ બજાવે છે. પણ બને વચ્ચે અણબનાવ હોવાથી આરોપી નકલી પોલીસ બની બુટલેગર બની ગયો હતો. આરોપી અત્યાર સુધીમાં કેટલી વાર અહીં આવી ચુક્યો છે કોને કેટલા રૂપિયામાં કેટલો દારૂ આપી ચુક્યો છે તેવી દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- ઓનલાઈન શોપિંગ કરતા આ વેબસાઈટથી રહેજો દૂર, નહીં તો પૈસા પણ જશે અને વસ્તુ પણ નહીં મળે

આ સાથે જ આરોપીની પત્ની બાબતની તપાસ પણ હવે પોલીસ કરશે. સાથે જ રાજસ્થાન પોલીસ સાથે પત્રવ્યવહાર કરી આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે. ત્યારે આવનાર સમયમાં આરોપીની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More