Home> Gujarat
Advertisement
Prev
Next

માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો! પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે

Junagadh Bridge Collapse : જૂનાગઢના આજક ગામનો કોઝવે તૂટી પડવાની ઘટના સામે આવી હતી, પરંતું તંત્ર દ્વારા પુલ તૂટ્યો ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે, જાણો શું છે આખો મામલો

માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો! પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે

Junagadh News : જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલે ખુલાસો કરતા કહ્યું કે, માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે. 

fallbacks
  • સ્લેબ ઉતારતી વખતે  એક ભાગ નીચે પડ્યો છે, એક પણ ને ઈજા નથી
  • જુનાગઢ જિલ્લામાં જર્જરીત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી થઈ રહી છે - કલેકટર 
  • કલેકટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલના નિરીક્ષણ માટે સ્થળ પર જવા રવાના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે  બંધ કરાવવામાં આવ્યા છે.  આ પુલોમાં  સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

મોતનો લાઈવ વીડિયો! હિમાચલમાં પેરાગ્લાઈડિંગ અકસ્માતમાં અમદાવાદી યુવકનું મોત

માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

આ ઘટના સામે આવ્યા બાદ કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, સંજય વસાવાએ પત્ર લખીને કરી એક માંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More