પ્રશાંત ઢીવરે/સુરત: પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રેમી પણ ફરાર થઈ ગયો છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
રાજકોટ બસ સ્ટેન્ડમા ચુમ્મા-ચાટી કરવા લાગ્યું કપલ! ડીલો પણ ઉભા ઉભા જોઈ રહ્યા હતા હરકત
મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદ અને સુરતમાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં 20 વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી. બે વર્ષ પહેલા અસ્મિતા અને રાહુલ ભગાવીને લઈ આવ્યો હતો. બંને બે વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે. રાહુલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજરોજ સવારે અસ્મિતા જ્યાં રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેનો પ્રેમી પણ હાજર ન હતો.
અસ્મિતાની નજીકમાં તેના મામા રહે છે. અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી જોવા માટે ગયા હતા. દરમ્યાન અસ્મિતા બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય તેવા ઈજાના નિશાન પણ હતા. ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે અસ્મિતાને તપાસીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ અસ્મિતા નામ મૃત દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પત્નીના પરપુરુષ સાથે સંબંધો! છૂટાછેડા થતાં પતિએ ખુશ થઈ 40 લીટર દૂધથી કર્યું સ્નાન
અસ્મિતા ના પિતાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાવી ગયો હતો અને સુરત લઈ આવ્યો હતો. અમે મોરા ગામ ખાતે રહીએ છીએ અને અસ્મિતા પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રાહુલ રહેતી હતી. અસ્મિતા ઘરેથી બેભાન મળી હોવાની જાણ મને મારા સાળાએ કરી હતી. અસ્મિતા સાથે ક્યારેક ક્યારેક વાતો થતી હતી પણ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે કોલ કરીને જાણ કરી ન હતી.રાહુલ પણ ફરાર થઈ ગયો છે અને મારી દીકરીના ગળા પર નખના ઈજાના નિશાન પણ છે જેથી રાહુલે જ ઘણું દબાવીને અસ્મિતાની હત્યા કરી હોય તેવી અમને શંકા છે. જેથી અમે પોલીસ પાસે અન્યાય અપાવવા માટે માંગ કરી છે.
અસ્મિતાના મોતના પગલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના આક્ષેપ ના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદનું સાચું કારણ સામે આવશે.
‘ના પ્લેનમાં ના ફ્યૂલમાં ખરાબી હતી’, તો ભૂલ ક્યાં થઈ? હવે એર ઈન્ડિયાના CEOનું નિવેદન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે