Ahmedabad News : અમદાવાદ વિમાન ક્રેશના મોટા સમાચાર એ છે કે, અત્યાર સુધી 170 લોકોના મોતની ખબર આવી છે. તો બીજી તરફ દુર્ઘટનામાં કોઈના બચવાની આશા નથી. ત્યારે આવામા વિમાનમાં બેસેલા લોકોના પરિવારજનો વિચલિત થઈ રહ્યાં છે પોતાના સ્વજન વિશે જાણવાની. પરિવારજનોને ખબર જ ન હતી કે આ છેલ્લુ ગુડબાય હશે, જેઓને હોંશે હોંશે એરપોર્ટ પર છોડ્યા તેમના મોતની ખબર આવી. ત્યારે મૃતદેહોની ઓળખવિધિને લઈને સિવિલ હોસ્પિટલથી મોટા સમાચાર આવ્યા છે.
વિમાનમાં સવાર લોકોના સગાંના ડીએનએ લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ડીએનએ મેચ થયા બાદ મૃતકોની અંગોના ડીએનએ સાથે મેચ કરાશે. ત્યાર બાદ સગાઓને મૃતદેહો સોંપવાની કામગીરી કરાશે. જોકે, મૃતકોનો આંકડો મોટો હોવાથી આ પ્રકિયામાં સમય લાગવાની પુરી શક્યતા છે.
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.
6357373831 અને 6357373841
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ amc એ પણ પાલડી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. જુદી જુદી 3 શિફ્ટમાં અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. Amc ના જુદા જુદા વિભાગના સેંકડો કર્મચારીઓ અને મશીનરી ઘટનસ્થળે ઉપસ્થિત છે.
એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગરના સિવિલ હોસ્પિટલના પટાંગણમાં તૂટી પડયુ ત્યારે બીજે મેડીકલ કોલેજની યુજી મેસમાં વિદ્યાર્થીઓ જમતા હતા તેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને ઈજા થયાનું અથવા તો ભોગ બન્યાનું પણ બહાર આવી રહ્યુ છેઃ વિમાન આ જ સ્થળે તૂટી પડેલ જયાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ જમી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે