અમદાવાદ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસસીપી) પ્રમુખ શરદ પવારે ગુજરાતના અમદાવાદમાં એર ઈંડિયા વિમાન દુર્ધટના પર દુ:ખ વ્યક્ત કર્યુ.
એક્સ પર પોસ્ટ કરી પવારે કહ્યું કે, એ જાણીને પણ દુ:ખ થયું કે આ દુર્ઘટનામાં જાનમાલનું પણ ભારે નુકસાન થયું છે. એનસીપી-એસસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ, "ગુજરાતના અમદાવાદમાં એર ઈંડિયાના યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના ખૂબ જ હ્રદયદ્રાવક છે. જાનમાલને ભારે નુકસાન થયું તે જાણીને દુખ થાય છે. હું પ્રાર્થના કરુ છું કે ઘાયલ યાત્રીઓના ઈલાજ કરતી એજન્સીઓ અને દુર્ઘટના સ્થળ પર કામ કરતાં લોકોને મજબૂતી મળે અને ઘાયલ લોકો જલ્દીથી ઠીક થઈ જાય."
સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે લંડન જતા એર ઈંડિયાના વિમાન દુર્ઘટનાની માહિતી મેળવી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યુ કે, નાગરિક ઉડ્ડયન મંત્રીએ પ્રધાનમંત્રીને જાણ કરી છે કે બચાવ અને રાહત કાર્યોની સમીક્ષા માટે તેઓ અમદાવાદ જવા રવાના થયા છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ તત્કાલ બધી જ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરવાનો નિર્દેશ આપ્યો તથા ત્યાંની પરિસ્થિતિ વિશે નિયમિતરુપે જાણકારી આપવા પણ જણાવ્યું.
242 યાત્રિઓને લઈ જતુ એર ઈંડિયાનું અમદાવાદ-લંડન વિમાન ગુરુવાર બપોરે અમદાવાદ હવાઈ મથક પાસે આવેલ મેઘાણીનગર ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનાની પુષ્ટિ કરતા એર ઈંડિયાએ સત્તાવાર રીતે કહ્યું કે અમદાવાદ-લંડન ગૈટવિક ઉડાન સંખ્યા એઆઈ171 આ દુર્ઘટનામાં સામેલ હતું.
અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈંડિયા વિમાન અમદાવાદ એરપોર્ટ પાસેના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કુલ 242 લોકો હતા જેમાથી 2 પાયલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રનવે 23થી ઉડાન ભરીને તરત જ વિમાન હવાઈ મથક સીમાની બહાર પડ્યું. દુર્ઘટનાસ્થળ પરથી ભારે કાળા ધુમાડાઓ છેક દૂર સુધી દેખાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે