Rajkot News : રાજકોટમાં એઈમ્સમાં થતા ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથેનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સત્તાનો દુરુપયોગ કરીને પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચે પોતાના પુત્ર ભાવેશને ક્લાસ-2 અધિકારી બનાવી દીધો. આંચકીની તકલીફ, ડિસેબિલિટીનું સર્ટિફિકેટ છતાં ભરતીમાં ફિટ જાહેર કરી દીધો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ એઈમ્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
રાજકોટ એઈમ્સમાં સામે આવ્યું ભરતી કૌભાંડ
રાજકોટ એઈમ્સમાં પૂર્વ ડિરેક્ટરે પોતાના દિવ્યાંગ પુત્રને કૌભાંડ કરીને ક્લાસ-2 અધિકારી બનાવી દીધો. પૂર્વ ડિરેક્ટર ડૉ.કટોચે દિવ્યાંગ પુત્રને ફીટ દર્શાવી અધિકારી બનાવી દીધો. પુત્ર ભાવેશ કટોચ 60 ટકા ડિસેબલ હોવા છતા ખોટો રિપોર્ટ રજૂ કર્યો હતો. ભાવેશને રિપોર્ટમાં સંપૂર્ણ ફીટ બતાવીને અધિકારી બનાવી દેવાયો. સિવિલમાં રિપોર્ટ કરાવવાની જગ્યાએ એઈમ્સમાં જ રિપોર્ટ બનાવાયા હતા.
રાજકોટ એઈમ્સ સતત વિવાદોમાં આવી રહી છે. ત્યારે હવે એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડો.કોટેચે પોતાના પુત્ર ભાવને વર્ગ-2 વહીવટી અધિકારી તરીકે ખોટી રીતે નોકરી લગાવ્યાનું સામે આવ્યું છે. ભાવેશ કોટેચા 60 ટકા ડિસેબલ હોવા થતાં તેને મેડિકલ તપાસમાં ખોટી રીતે ફીટ જાહેર કરી દેવાયો હતો. એટલું જ નહિ, ભાવેશ કટોચની ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે જે ડિક્લેરેશન આપવાનું હોય છે તેમાં તેની બીમારીઓ છુપાવવામાં આવી હતી. આ બીમારીઓ છુપાવવા માટે સિવિલ હોસ્પિટલને બદલે એઈમ્સમાં જ તેના મેડિકલ કરાવવામાં આવ્યા હતા.
રીબડામાં તે રાતે શું થયું હતું! 4 શાર્પ શૂટર્સે વર્ણવ્યો હાર્દિકસિંહનો અસલી ખેલ
તપાસમાં ખૂલ્યું કે, ભાવેશ કોટેચાને બંને આંખમાં તકલીફ હોવાથી 60 ટકાનું ડિસેબિલિટી છે. જેનું સર્ટિફિકેટ પણ છે. એટલું જ નહિ, તેને આંચકી ઉપડવાની જૂની બીમારી પણ છે. નોકરી દરમિયાન જ તેને આંચકી ઉપડી હતી જેની સારવાર એઈમ્સમાં જ કરવામાં આવી હતી. આમ, સત્તાનો દુરુપયોગ કરીને ડો.કોટેચે પોતાની વગનો ઉપયોગ કરીને ભરતી કૌભાંડ કર્યું.
જયદેવ વાળાએ પણ કરાવી હતી ખોટી ભરતી
અગાઉ કાઢી મુકાયેલા જયદેવ વાળાએ પણ ખોટી ભરતી કરી હતી. જયદેવ વાળાએ પોતાના ભાઈની ખોટી ભરતી કર્યાનું બહાર આવ્યું છે.
ભરતી કૌભાંડ મુદ્દે સાંસદનો જવાબ
AIIMS ભરતી કૌભાંડ મામલે સાંસદ પરસોતમ રૂપાલા નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AIIMS ભરતી મુદ્દે મને ફરિયાદ મળી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. ભરતીને લઈને પણ વિવાદમાં આવી છે AIIMS તપાસ કરવામાં આવશે.
આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો
હોસ્પિટલ દ્વારા જલ્દી ખુલાસો કરાશે - ઈન્ચાર્જ ડાયરેક્ટર
પૂર્વ ડાયરેકટર CDS કટોચના પુત્ર ભાવેશ કટોચને કલાસ 2 અધિકારી બનાવવામાં આવ્યાનો મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે. મીડિયાના અહેવાલ બાદ ભાવેશ કટોચ રજા પર ઉતરી ગયો છે. સમગ્ર મુદ્દે ઈન્ચાર્જ ડાયરેકટર અંકુર પ્રતાપસિંહે કહ્યું કે, આ મુદ્દે અમારી તપાસ કરવામાં આવી. ભાવેશ કટોચની ભરતી કાયદેસર જ છે. ડિસેબલ સર્ટી હોવાથી તેને સિકટોરિટી નોકરી ન મળી શકે. રાજકોટ AIIMS હોસ્પિટલ દ્વારા આ અંગે સત્તાવાર ખુલાસો કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે