Home> Sports
Advertisement
Prev
Next

જો ઇંગ્લેન્ડને આટલો ટાર્ગેટ આપ્યો તો ઓવલમાં ભારતની જીત પાક્કી, ટેસ્ટ સિરીઝ 2-2થી થશે ડ્રો 

IND vs ENG 5th Test : સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે ઇંગ્લેન્ડ સામે ઓછામાં ઓછો કેટલો ટાર્ગેટ આપવો પડશે. જો ભારત આ ટેસ્ટ મેચ જીતે છે, તો તે પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરશે. જો ભારત ઓવલ ખાતે પાંચમી ટેસ્ટ મેચ હારી જાય છે, તો તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 1-3થી ગુમાવશે.

જો ઇંગ્લેન્ડને આટલો ટાર્ગેટ આપ્યો તો ઓવલમાં ભારતની જીત પાક્કી, ટેસ્ટ સિરીઝ 2-2થી થશે ડ્રો 

IND vs ENG 5th Test : લંડનના ઓવલ મેદાન પર ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ભારતે પોતાની બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 75 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ (51 રન) અને આકાશદીપ (4 રન) ક્રીઝ પર છે. ભારત હવે આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડથી 52 રનથી આગળ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે ઇંગ્લેન્ડ સામે કેટલા રનનો ટાર્ગેટ રાખવો પડશે. 

fallbacks

જો ઇંગ્લેન્ડને આટલો મોટો ટાર્ગેટ આપવામાં આવે છે, તો ભારતની જીત પાક્કી

લંડનના ઓવલ મેદાન પર ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ માટે બેટિંગ કરવી સરળ રહેશે નહીં. લંડનના ઓવલ મેદાન પર ક્યારેય 300 કે તેથી વધુ રનના ટાર્ગેટ ચેઝ થયો નથી. 1880થી લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 145 વર્ષમાં લંડનના ઓવલ મેદાન પર ચોથી ઇનિંગમાં 300 કે તેથી વધુ રનનો ટાર્ગેટનો પીછો ક્યારેય થયો નથી. આનો અર્થ એ થયો કે જો ભારત 300 રનનો આંકડો પાર કરે છે, તો તેની જીતવાની શક્યતા લગભગ 90-100 ટકા હશે. જો આપણે આ મેદાન પર સૌથી મોટા સફળ રન ચેઝ વિશે વાત કરીએ, તો આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. 13 ઓગસ્ટ 1902ના રોજ ઓવલ મેદાન પર 263 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટથી હરાવ્યું હતું.

ઓવલ મેદાન પર સૌથી સફળ રન ચેઝ

1. 263/9 (ટાર્ગેટ 263) - ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટથી હરાવ્યું (1902)

2. 255/2 (ટાર્ગેટ 253) - વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું (1963)

3. 242/5 (ટાર્ગેટ 242) - ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું (1972)

4. 226/2 (ટાર્ગેટ 225) - વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું (1988)

5. 219/2 (ટાર્ગેટ 219) - શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું (2024)

કેટલા ટાર્ગેટ પૂરતો રહેશે ?

જો ભારત ઇંગ્લેન્ડને 280થી 300 રનનો ટાર્ગેટ આપે છે, તો તેની જીત લગભગ નિશ્ચિત થઈ જશે. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપ સામે ઇંગ્લેન્ડ માટે 280થી 300 રનના ટાર્ગેટનો પીછો કરવો ખૂબ જ મુશ્કેલ બનશે. ભારતે આ મેદાન પર ફક્ત બે મેચ જીતી હતી. કેનિંગ્ટન ઓવલ ખાતે ટીમ ઇન્ડિયાને છ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સાત મેચ ડ્રો રહી હતી. આ મેદાન પર ભારતે છેલ્લી વખત ઇંગ્લેન્ડ સામે 157 રનથી જીત મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More