ગાંધીનગર :સત્તા સાથે શીર ભાજપનું ગણિત જોવા મળ્યું છે. ભાજપની યાદીમાં હાઈકમાન્ડે પાટીદારો સાથે જ્ઞાતિનું સમીકરણ જાળવી રાખ્યું છે. આ યાદીમાં યુવા નેતાઓને પ્રમોટ કરીને પ્રદેશ નેતાગીરીએ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. નરેન્દ્ર મોદી 2014માં મોદી દિલ્હીમાં ગયા, ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર સ્થિર રહી શકી નથી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ કેટલાક મંત્રીઓના બફાટને કારણે સતત ચર્ચામાં રહે છે. આવામાં ભાજપે જાહેર કરેલી વિધાનસભા ચૂંટણી માટેની 160 ઉમેદવારોની યાદીનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનું લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિના સમીકરણો પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે. યુવાઓ અને મહિલા ઉમેદવારોને બાદ કરતા ઉમેદવારોમાં જાતિગત સમીકરમ સાધવાનો પ્રયાસ ભાજપે કર્યો છે.
દૂર થશે માલધારી સમાજની માંગણી?
જોકે, આ સમીકરણમાં સાધવામાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. કોળી બાદ માલધારી સમાજ પણ ટિકિટની માંગણી કરી રહ્યું છે. એક પણ માલધારી સમાજના ઉમેદવાર જાહેર ન કરતા સમાજ લાલધૂમ છે. તેમને આશા છે કે, બાકીના 22 ઉમેદવારોમાં તેમના સમાજને સ્થાન મળે. સમીકરણ બદલાઈ શકે છે. ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પર માલધારી સમાજની પસંદગી થઈ શકે છે. નાજાભાઇ ઘાંઘર અને ભવાનસિંહ પરમાર ટિકિટની રેસમાં હોવાનું ચર્ચાય છે.
મહાનગરોના સમીકરણો પર એક નજર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા, જેમાં ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા સહિત 5 બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાવનગર પૂર્વ, સુરત ચૌર્યાસી બેઠકના ઉમેદવારના નામ બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે