દુબઈઃ Sania Mirza Shoaib Malik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના છુટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. છેલ્લા કેટલાક સમયથી કહેવામાં આવી રહ્યું છે કે સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક વચ્ચે બધુ બરાબર નથી. પાકિસ્તાની મીડિયામાં તો કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ થઈ ગયા છે. પરંતુ શોએબ અને સાનિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
સાનિયાએ છોડ્યું દુબઈનું ઘર
સાનિયા અને શોએબ મલિકના છુટાછેડાને લઈને હવે જે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે ભારતીય ટેનિસ સ્ટારે દુબઈવાળુ ઘર છોડી દીધુ છે. જા જાણકારી ખલીજ ટાઇમ્સ દ્વારા સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે સાનિયા અને શોએબ દુબઈમાં એક વિલામાં સાથે રહેતા હતા. પરંતુ સાનિયાએ આ ઘર છોડી દીધુ છે અને પોતાનું એક અલગ ઘર લઈ લીધુ છે. પાક મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા અને શોએબના નજીકનાએ પુષ્ટિ કરી છે કે હવે બંને સાથે રહેતા નથી.
આ પણ વાંચોઃ ડ્રગ્સને કારણે ખતમ થઈ ગયું હતું આ ખેલાડીનું કરિયર, આજે બન્યો ભારતનો મોટો દુશ્મન
12 વર્ષ બાદ છુટાછેડા!
સાનિયા અને શોએબના લગ્ન 12 એપ્રિલ 2010ના હૈદરાબાદમાં થઈ હતી. 15 એપ્રિલે લાહોરમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું. આ કપલને એક પુત્ર પણ છે, જેનો જન્મ 2018માં થયો હતો. પરંતુ લગ્નના 12 વર્ષ બાદ સાનિયા અને શોએબ છુટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે.
સાનિયા અને શોએબને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં. ન તેની પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તે સમાચાર ચાલી રહ્યાં છે કે પોતાના એક ટીવી શો દરમિયાન શોએબ મલિકે સાનિયાની સાથે કથિત રૂપથી ચીટ કર્યું.
સાનિયાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના પુત્રની સાથે એક તસવીર શેર કરી અને લખ્યું- તે ક્ષણ જેમાં હું સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. પરંતુ આ જોડી ઇજહાનના જન્મદિવસની ઉજવણી કરવા દરમિયાન સામે આવી હતી. મલિકે જ્યાં આ અવસરની તસવીરો શેર કરી, તો સાનિયાએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે