Gujarat Politics : ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું છે. ત્યારે મહેસાણા જિલ્લા ભાજપે કડી વિધાનસભાની ખાલી પડેલી બેઠકના વિજય માટે કમર કસી લીધી છે. જેના ભાગરૂપે આજે કડી શહેરમાં ઉમેદવારની જાહેરાત થાય એ પહેલાં જ ભાજપના દિગ્ગજ નેતાઓએ સમીક્ષા બેઠક યોજી હતી.
ભાજપે મધ્ય કાર્યાલયનું કર્યું ઓપનિંગ
કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાનગી સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કડી વિધાનસભા ચૂંટણી માટે વિજયનો હુંકાર કર્યો હતો અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે ઋષિકેશ પટેલે આ અંગે કહ્યું કે, કોંગ્રેસમાં કોઈ ઝંડો પકડવાવાળું પણ નહિ રહે.
ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ, GPSCનો ગંભીર છબરડો સામે આવ્યો
ગાંધીનગરમાં પણ બેઠક યોજાઈ
તો બીજી તરફ, કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈ મહત્વની બેઠક મળી છે. સીઆર પાટીલ આ બેઠક માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને સંસદીય દળની બેઠકનું આયોજન કરાયું છે. કડી તથા વિસાવદર પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પર આ બેઠકમાં ચર્ચા થશે. ઉમેદવારોની યાદી નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વને મોકલાશે. કેન્દ્રીય નેતૃત્વ પેટા ચૂંટણીના ઉમેદવારો બાબતે આખરી નિર્ણય કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,મહામંત્રી રજની પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને જે બેઠક મળવાની છે તેમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પર ચર્ચા થશે. કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો માટેની સેન્સ બાદ બનેલી પેનલ પર ચર્ચા કરાશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન બનાવેલ પેનલ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મૂકવામાં આવશે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં બંને બેઠકોના ઉમેદવારોના નામો નક્કી થશે.
ભાજપમાં કોના કોના નામ ચર્ચામાં
સુત્રોના જણાવ્યા મુજબ કડી બેઠક પર અનેક નેતાઓએ દાવેદારી કરી છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા, પૂર્વ સંસદીય સચિવ હિતેશ મકવાણાના પિતા પુનમ મકવાણા પણ દાવેદાર છે. પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ચલચિત્રના સુપર સ્ટાર હિતુ કનોડિયા પણ રેસમાં સામેલ છે. તો લોક ગાયિકા કાજલ મહેરીયાના નામ પર ચર્ચા થઈ રહી છે. ભાજપ દ્વારા સ્વર્ગસ્થ કરશન સોલંકીના પરિવારમાં પણ ટિકિટ આપવામાં આવી શકે છે. તો બીજી તરફ, વિસાવદર બેઠક પર પણ અનેક દાવેદારો છે. જોકે સૌથી વધુ પ્રબળ દાવેદારમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને હર્ષદ લીંબડીયાનો સમાવેશ થાય છે. ભાજપ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારમાં પણ કોઈને ટિકિટ આપી શકે તેવી કાનાફૂસી થઈ રહી છે.
કોંગ્રેસ પણ સક્રિય થયું
ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બન્યું છે. કડી અને વિસાવદર માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ છે. બંને વિધાનસભા બેઠક માટે પ્રભારીઓએ સ્થાનિક નેતાઓને સાથે ચર્ચા કરી હતી. પ્રભારી અગામી ૪૮ કલાકમાં અહેવાલ પ્રદેશ પ્રમુખને સુપરત કરશે. આ અહેવાલ પર પ્રદેશનું નેતૃત્વ ચર્ચા કરશે. ગુજરાત કોંગ્રેસ વતી સંભવિત ઉમેદવારોની પેનલ એઆઇસીસી ખાતે મોકલાશે. 1 જુનના રોજ મોડી સાંજ સુધીમાં ઉમેરદવાર જાહેર કરાશે.
પતિના નિધન બાદ જીવનસાથી શોધતી મહિલાને મળ્યો મોટો ચીટર, રૂપિયા-ઘરેણા બધું લૂંટીને લઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે