Home> Gujarat
Advertisement
Prev
Next

દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે જંગ, પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની લડશે ચૂંટણી

30 ઓક્ટોબરે દાદરા નગર હવેલીની પેટાચૂંટણી યોજાવાની છે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના નિધનથી આ લોકસભાની સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. 

દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે જંગ, પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની લડશે ચૂંટણી

દાદરા નગર હવેલીઃ દાદરા નગર હવેલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. મહત્વનું છે કે દાદારા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું થોડા સમય પહેલા નિધન થયું હતું. તેમના નિધનથી આ સીટ ખાલી પડી છે. હવે દાદરા નગર હવેલીની સીટ પર ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ થવાનો છે. ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી છે. તો હવે દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની ચૂંટણીમાં ઝંપલાવશે. શિવસેનાએ પૂર્વ સાંસદના પત્નીને ટિકિટ આપી છે. મહત્વનું છે કે આ બેઠક પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. 

fallbacks

કલા મોહન ડેલકર લડશે લોકસભા ચૂંટણી
શિવસેના અને એનસીપીએ ચર્ચા કરી આજે દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. પેટાચૂંટણીમાં દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની કલા મોહન ડેલકર મેદાનમાં ઉતરશે. તેઓ શિવસેનાના સિમ્બોલ પર ચૂંટણી લડવાના છે. એટલે કે હવે દાદરા નગર હવેલીમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ જોવા મળશે. 

આ પણ વાંચોઃ ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી શકે છે PM મોદી

ભાજપે પૂર્વ પોલીસ કર્મચારીને આપી ટિકિટ
દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી (Gujarat Byelection) માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશ ચીમનલાલ ગાવિતના નામની જાહેરાત કરવામાં આવી છે. મહેશ ગાવિત (Mahesh Gavit) ના અત્યાર સુધીના પોલિટિકલ કરિયર પર નજર કરીએ તો, તેઓ પોલીસ વિભાગમાં 15 વર્ષ સબ ઇન્સ્પેક્ટરના પદે રહ્યા હતા અને ત્યાર બાદ નોકરી છોડી દીધી હતી. તેઓ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More