Home> India
Advertisement
Prev
Next

BJP એ કરી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત, મિથુનને મળ્યું સ્થાન, મેનકા-વરૂણ આઉટ

ભાજપ (BJP) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી દીધી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી છે.

BJP એ કરી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત, મિથુનને મળ્યું સ્થાન, મેનકા-વરૂણ આઉટ

નવી દિલ્હી: ભાજપ (BJP) એ રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી દીધી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કાર્યસમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani), ડો મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi), પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), અમિત શાહ (Amit Shah), નિતિન ગડકરી (Nitin Gadkari), રાજ્યસભામાં સદનના નેતા કેંદ્રીય મંત્રી પીયૂષ ગોયલ તથા તામ પદાધિકારીઓ સામેલ છે. 

fallbacks

309 સભ્યોની આ નવી કાર્યકારિણીમાં મિથુન ચક્રવર્તી અને હેમા માલિનીની પણ સ્થાન મળ્યું છે જ્યારે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. 

Taimur નો કોપી છે Sunny Leone નો પુત્ર, જોઈને થઈ જશે ગેરસમજ, જુઓ ફોટો

કોંગ્રેસે કર્યો પલટવાર
મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ ન કરવામાં આવતા કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપના આ પગલાંથી ખબર પડે છે કે ભાજપમાં કેટલું લોકતંત્ર છે. વરૂણ ગાંધીમાં થોડું સન્માન બચ્યું છે તો તેમને ભાજપ છોડી દેવી જોઇએ. તે આ લાલચમાં ન રહો કે આગામી સમયમાં તેમને મંત્રી બનાવવામાં આવશે. 

Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos, જાણો ક્યારે થશે લોન્ચ

તમને જણાવી દઇએ કે લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ વરૂણ ગાંધી સતત યોગી સરકાર પર પર હુમલા છે. જ્યારબાદ મેનકા ગાંધી અને તેમના પુત્ર વરૂણ ગાંધીને કાર્યકારિણીમાં સ્થાન મળ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More