Home> Gujarat
Advertisement
Prev
Next

વિધવા મહિલાની છેડતી કરનાર અમરેલીના ડીકે પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ

વિધવા મહિલાની છેડતી કરનાર અમરેલીના ડીકે પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ
  • મહિલા પાસે બિભસ્ત માંગણી કરતો ડી.કે. પટેલનો ઓડિયો પણ વાયરલ થયો
  • પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને કર્યા સસ્પેન્ડ

કેતન બગડા/અમરેલી :સાવરકુંડલા ભાજપ ના કાઉન્સિલર ડી. કે. પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. સાવરકુંડલાની વિધવા મહિલા સાથે ડી. કે. પટેલે છેડતી કરી હતી. ત્યારે છેડતી અંગેનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે ભાજપ પક્ષ સમગ્ર મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી. પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેંકરિયા દ્વારા ડી.કે.પટેલને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. 

fallbacks

અમરેલીમાં સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી પટેલ ઉર્ફે ડીકે પટેલ સામે એક વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરની ચૂંટણીમાં ડી.કે.પટેલ ભાજપના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે મહિલા પાસે બિભસ્ત માંગણી કરતો ડી.કે. પટેલનો ઓડિયો પણ વાયરલ થયો છે. કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ડીકે પટેલના બદઈરાદા સામે આવ્યા છે. 

આ પણ વાંચો : ભાજપને સદ્ધર કરવામાં પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર સુરેન્દ્રકાકા લેશે રાજકીય નિવૃત્તિ

જોકે, ડીકે પટેલની તમામ હરકતો પ્રદેશ ભાજપના કાન સુધી પહોંચી હતી. જેથી પ્રદેશ ભાજપ દ્વારા ડીકે પટેલને સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ડી.કે.પટેલને સસ્પેન્ડ કર્યાં છે. ડીકે પટેલને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. .

જોકે, ડીકે પટેલનો ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. અગાઉ પણ તેઓ ACBના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યા છે ડી.કે.પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો. ચૂંટણી પહેલા હિસ્ટ્રીશીટરના બેનર લાગ્યા હતાથોડા દિવસ પહેલા જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલા ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના લાગેલા બેનર ચર્ચાનું કેંદ્ર બન્યા હતા.

આ પણ વાંચો : મહુડી મંદિર બંધ નથી, ખોટા સમાચાર વહેતા થયા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More