Home> India
Advertisement
Prev
Next

લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ

દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) કોરોનાથી સંક્રમિત થયા છે અને એમ્સ દિલ્હીમાં દાખલ છે. હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કરી રવિવારે આ જાણકારી આપી છે. તેમના અનુસાર સ્પીકર 19 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 20 માર્ચે એમ્સના કોવિડ સેન્ટરમાં દાખલ થયા હતા. હોસ્પિટલ અનુસાર તેમની હાલત સ્થિર છે. દ્યાનમાં રહે કે 58 વર્ષીય લોકસભા સ્પીકર એવા સમયે કોરોના સંક્રમિત થયા, જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો બીજો તબક્કો આઠ માર્ચથી શરૂ થયો અને આઠ એપ્રિલ સુધી ચાલશે. 

fallbacks

મહત્વનું છે કે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી 1,15,99,130  કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 3,09,087 થઈ ગયા છે. 1,59,755 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા 26 નવેમ્બરે એક દિવસમાં 44,489  કેસ સામે આવ્યા હતા. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આઠ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં સંક્રમણ તેજીથી વધી રહ્યું છે.

fallbacks

મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે ફરી દેશની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 27 હજાર 126 કેસ સામે આવ્યા છે. તો 13 હજાર 588 લોકો સાજા થયા છે અને 92 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસને કારણે ઘણા જિલ્લામાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ આકરા પ્રતિબંધો લાગૂ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More