Home> Gujarat
Advertisement
Prev
Next

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ: BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 દોષિત જાહેર

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા કેસમાં સીબીઆઇ કોર્ટે આજે ચુકાદે આપતા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે.

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ: BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 દોષિત જાહેર

અમદાવાદ: RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા કેસમાં સીબીઆઇ કોર્ટે આજે ચુકાદે આપતા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. આ કેસમાં શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દીનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.

fallbacks

વધુમાં વાંચો:- 2009 ઓઢવ લઠ્ઠાકાંડ કેસ: કોર્ટે આપ્યો ચુકાદો, વિનોદ ડગરી સહિત 6 આરોપી દોષિત

CBIના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા ફટકારવાની રજૂઆત કરી હતી. તો સામે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની ઉંમર વધુ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સીબીઆઇ કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

વધુમાં વાંચો:- તક્ષશિલા અગ્નિકાંડ મામલો: પોલીસે બિલ્ડર સવજી પાઘડારની કરી ધરપકડ

અમિત જેઠવા કેસનો ઘટના ક્રમ
- 20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્ય મેવ કોમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી.
- અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
- આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- કેસમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી.
- ભીખાભાઇ જેઠવાએ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી, જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી.
- આ કેસમાં સૌ પ્રથમ CBI દ્વારા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી.
- 6 સપ્ટેમ્બર 2010માં દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા.
- આ કેસમાં 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના પૂર્વ BJP સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી સડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સૌથી પહેલા આ કેસમાં જમીન કોર્ટે આપ્યા.
- આ કેસ માંસુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ સૂટર શેલેષ પડ્યાં જેલમાં છે, કોર્ટ તેને એકવાર 5 દિવસના પેરોલ આપ્યા હતા.
- 21 ડિસેમ્બર 2013એ કેસમાં પ્રથમ ચાર્જશીટ કરવામાં આવી, ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી છે.
- આ કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી.
- પોલીસ પ્રોટક્શન આપવામાં મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે.
- વર્ષ 2016માં અમિત જેઠવાના પિતા ભોખભાઈ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી.
- વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે કેસના આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો.
- ત્યારબાદ આ કેસમાં જજમેન્ટને લઈ કોર્ટમાં અત્યાર સુધી 2 મુદત પડી છે 24 જુન 2019, અને 29 જૂન 2019 ફરી એકવાર કોર્ટે આજે 6 જુલાઈ 2019ની મુદત છે. CBI કોર્ટ આજે જજમેન્ટ આપશે.
- અમિત જેઠવા તરફથી કોર્ટમાં આનંદ યાજ્ઞિક વકીલ તરીકે હાજર થયા છે. દીનું બોઘા સોલંકી તરફ રાજેશ મોદી વકીલ તરફથી છે અને CBI તરફથી વકીલ તરીકે મુકેશ કાપડિયા છે.
- આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે.

વધુમાં વાંચો:- રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર

ભાજપના પૂર્વ સાંસદ અને નેતા દિનુબોઘા સોલંકીને દોષિત ઠેરવતા ભાજપને ઝટકો
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા મામલે સીબીઆઇ કોર્ટે આપેલા ચુકાદામાં ભાજપના પૂર્વ સાંસદ અને નેતા દિનુબોઘા સોલંકીને દોષિત ઠેરવતા ભાજપને ઝટકો લાગ્યો છે. આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા સમયે ચુકાદાના અભ્યાસ બાદ આગળની કારવાઈને લઈને આશા વ્યક્ત કરી હતી. ભાજપ નેતાને દોષિત જાહેર કરતા તેમની સામેની કારવાઈ અંગે તેમણે દાવો કર્યો કે કયા ગુનામાં અને તેમની ભૂમિકા અંગે કોર્ટનો સમગ્ર ચુકાદો આવ્યા બાદ કઈં પણ કહી શકાય. હાલ સરકાર આ અંગે અભ્યાસ કરશે. ગુજરાત સરકારે કાયદો વ્યવસ્થા જાળવવા મામલે કોઇ બાંધછોડ કરી નથી અને જે દોષિત હોય છે તેમની સામે પગલાં ભર્યા છે. લઠ્ઠાકાંડનો ચુકાદો એ વાતની સાબિતી છે કે ગૃહવિભાગના અધિકારીઓએ તપાસ કરીને પુરાવા આપ્યા છે. જેના કારણે દોષીતોને સજા થઈ છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More