લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019મા શાકિબ અલ હસનનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું છે. તે એક પોતાની ટીમને જીત પર જીત અપાવતો રહ્યો, પરંતુ બાકી ખેલાડીઓનું તેને સમર્થન મળ્યું નથી. ટીમના કેપ્ટન મુશરફે મુર્તજાએ પણ આ વાતને માની અને ટીમ તેની પ્રમાણે પ્રદર્શન ન કરવા પર તેની માફી પણ માગી છે.
બાંગ્લાદેશે વિશ્વ કપમાં પોતાની અંતિમ લીગ મેચમાં શુક્રવારે પાકિસ્તાન સામે 94 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ શાકિબે 64 રન ફટકાર્યા હતા. આ સાથે તે વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
Shakib Al Hasan at #CWC19
👉 606 runs
👉 11 wicketsTAKE A BOW 👏 pic.twitter.com/iaKyVPRUBO
— ICC (@ICC) July 5, 2019
શાકિબે આઠ મેચોની આઠ ઈનિંગમાં 606 રન બનાવ્યા છે. આ વિશ્વકપમાં તેણે બે સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. પરંતુ તે ટૂર્નામેન્ટની પૂરી થયા સુધી સૌથી વધુ રન બનાવનારની યાદીમાંથી પ્રથમ સ્થાનેથી હટી શકે છે. કારણ કે બીજા સ્થાન પર રોહિત શર્મા છે તો ત્રીજા સ્થાન પર ડેવિડ વોર્નર. રોહિતના 544 રન છે અને વોર્નરના 516. ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને સેમિફાઇનલમાં પહોંચી ગયા છે અને રોહિત તથા વોર્નર શાનદાર ફોર્મમાં છે.
Goodbye from Bangladesh! #RiseOfTheTigers | #CWC19 pic.twitter.com/K9azOpZIWG
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019
શાકિબે બોલથી પણ મહત્વનું યોગદાન આપ્યું અને આઠ મેચોમાં 11 વિકેટ ઝડપી છે. તે મેન ઓફ ધ સિરીઝના પ્રબળ દાવેદારોમાંથી એક છે. મેચ બાદ મુર્તજાએ કહ્યું કે, શાકિબ શાનદાર રમ્યો, પરંતુ બાકી ટીમ તેનો સાથ આપી શકી નથી.
ધોની પર આઈસીસીઃ એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો
કેપ્ટને કહ્યું, 'મને લાગે છે કે અંતિમ બે મેચોમાં તો શાકિબ શાનદાર રમ્યો. તેણે શાનદાર બેટિંગ કરી પરંતુ અમે ભાગીદારી ન કરી શક્યા. બંન્ને મેચ 50-50ની સ્થિતિમાં હતી, અમે લક્ષ્ય હાસિલ કરી શકતા હતા, પરંતુ ભાગીદારી ન થઈ શકી. હું શાકિબની આ વાત માટે માફી માગવા ઈચ્છું છું, કારણ કે અમે થોડા આગળ આવીને મહેનત કરત તો પરિણામ બીજું મળી શકતું હતું. તે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંબ બધામાં લાજવાબ રહ્યો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે