Home> Gujarat
Advertisement
Prev
Next

લોહિયાળ ભોજન: સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું ફાયરિંગ

શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે કેટરીંગના ધંધાની હરીફાઈમાં લેબર કોન્ટ્રાકટર અને કારીગર ઉપર કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જયારે હુમલાખોરોએ કોન્ટ્રાકટરને માથામાં કડછો મારતા તેને ઇજા થઈ હતી. બન્ને ને સારવાર માટે સિવિલ ખસેડયા હતા.સુરતના પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ 12.15 વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કેટરીંગના લેબર કોન્ટ્રાકટરના નિખિલ બધોરીયા અને દોઢ મહિના અગાઉ જ આગ્રાથી સુરતમાં રસોઈયાની નોકરી માટે આવેલા 22 વર્ષીય કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરીંગ કરતા કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. હુમલાખોરોએ નિખિલને માથામાં કડછો મારતા તેને પણ ઇજા થઈ હતી. 

લોહિયાળ ભોજન: સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું ફાયરિંગ

ચેતન પટેલ/સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે કેટરીંગના ધંધાની હરીફાઈમાં લેબર કોન્ટ્રાકટર અને કારીગર ઉપર કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જયારે હુમલાખોરોએ કોન્ટ્રાકટરને માથામાં કડછો મારતા તેને ઇજા થઈ હતી. બન્ને ને સારવાર માટે સિવિલ ખસેડયા હતા.સુરતના પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ 12.15 વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કેટરીંગના લેબર કોન્ટ્રાકટરના નિખિલ બધોરીયા અને દોઢ મહિના અગાઉ જ આગ્રાથી સુરતમાં રસોઈયાની નોકરી માટે આવેલા 22 વર્ષીય કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરીંગ કરતા કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. હુમલાખોરોએ નિખિલને માથામાં કડછો મારતા તેને પણ ઇજા થઈ હતી. 

fallbacks

નાયબ મુખ્યપ્રધાનની Corona Vaccine અંગે મહત્વની જાહેરાત, આટલું નહી કરો તો ચુકવવો પડશે ચાર્જ

હુમલાખોરો હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ તરફ બંને ઈજાગ્રસ્ત કુલદીપ સિંગ અને નિખિલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા કુલદીપ સિંગને દાખલ કરાયો હતો. બનાવની જાણ થતા દોડતી થયેલી પાંડેસરા પોલીસે તમામ હુમલાખોરને બાદમાં ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અગાઉ નિખિલ સાથે જ કામ કરતા અને દોઢ વર્ષ અગાઉ છુટા થયેલા કેટરીંગમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રાકટર સત્યેન્દ્ર રાજાવતએ તેના સાગરીતો યશપાલ ઉર્ફે ટોપી, નીરજ, શ્યામપાલ અને અન્ય બે અજાણ્યા સાથે મળી ફાયરીંગ કર્યું હતું. 

ખાતરની વાત હોય કે ખેડૂત કાયદાની વાત કોંગ્રેસે ખેડૂતોને ગુમરાહ જ કર્યા છે, ખાતરના ભાવમાં કોઇ વધારો નથી થયો

સત્યેન્દ્રએ અગાઉ પણ નિખિલને કામ બંધ કરી વતન ચાલ્યા જવા ધમકી આપી હતી. છેલ્લા દોઢ વર્ષથી ચાલતા ઝઘડામાં ગતરોજ તેઓ સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More