Gandhinagar News ગુજરાતમાં CM કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામા આવી છે. પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે તેવો ધમકીમાં ઉલ્લેખ કરાયો છે. અલગ અલગ રાજ્યો અને ભળતા નામો સાથે થયેલા ઈમેઈલ બાબતે તપાસ શરૂ કરાઈ છે. બે દિવસ પહેલા આ પ્રકારનો મેઈલ મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર ધમકીભર્યો મેઈલ મળ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી, મહત્વની સરકારી ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાશે તેવી વાત કરવામાં આવી છે. મેઈલમાં ઉલ્લેખ કરાયો છે કે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયાની ૯૭ મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય ધડાકાથી ધણધણી ઉઠશે.
રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરેએ ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો, સરદારનું અપમાન!
થોડા મહિનાઓ અગાઉ પણ આ જ પ્રકારે મેલ કર્યો હતો. હાલના ઈ-મેઈલમાં તમિલનાડુના રાજકારણનો ઉલ્લેખ થયો છે. ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઈ મેઈલમાં ઉલ્લેખ કરાયો છે.
ધમકીભર્યા મેઈલને પગલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી, જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમોને તૈનાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ વિસ્ફોટકો કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, જેના કારણે આ ધમકીને ખોટી ધમકી તરીકે ગણવામાં આવી રહી છે.
43 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 4 દિવસમાં ફરીથી કુંવારા, પાટીદાર યુવકને સાનિયા છેતરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે